Jawan OTT Release: શાહરૂખ ખાનની ફિલ્મ Jawan આ OTT પ્લેટફોર્મ પર મચાવશે ધમાલ, કરોડોમાં વેચાયા રાઇટ્સ
Jawan OTT Release: હવે ચાહકો તેની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
Jawan OTT Release: શાહરૂખ ખાનની જવાન બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. લોકોને શાહરૂખનો ડબલ રોલ ઘણો પસંદ આવી રહ્યો છે. પિતાના રોલમાં પણ શાહરૂખનો સ્વેગ સ્પષ્ટ દેખાતો હતો. ‘જવાન’ 600 કરોડની ક્લબમાં સામેલ થઇ ગઇ છે. આ ફિલ્મે માત્ર 7 દિવસમાં આટલું જોરદાર કલેક્શન કર્યું છે. ‘જવાન’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે, હવે ચાહકો તેની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘જવાન’ના OTT રાઇટ્સ વેચવામાં આવ્યા છે.
શાહરૂખ ખાનની ‘જવાન’ માત્ર બોક્સ ઓફિસ પર સારી કમાણી નથી કરી રહી, તેના OTT રાઇટ્સ પણ કરોડોમાં વેચાયા છે. જે બાદ ફિલ્મનો નફો ઘણો સારો થવાનો છે અને આ ફિલ્મ લાંબા સમય સુધી થિયેટરમાં રહેવાની છે.
આ OTT પ્લેટફોર્મે રાઇટ્સ ખરીદ્યા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેટફ્લિક્સે ફિલ્મ જવાનના OTT રાઇટ્સ ખરીદી લીધા છે. નેટફ્લિક્સ અને જવાન વચ્ચેની ડીલ કરોડોની છે. અહેવાલો અનુસાર, જવાનના OTT રાઇટ્સ 250 કરોડ રૂપિયામાં વેચાયા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
આ દિવસે રિલીઝ થશે
જવાનની OTT રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. નિયમ અનુસાર, કોઈપણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના 4 અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. પરંતુ જવાન થોડી મોડી રીલિઝ થાય તેવી સંભાવના છે.
ઘણા રેકોર્ડ તોડ્યા
જવાનના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ભારતમાં સાત દિવસમાં 368.38 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ તમિલ અને તેલુગુમાં પણ સારું કલેક્શન કરી રહી છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો જવાને 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
'જવાન'એ અમેરિકામાં વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી 5 ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. આ યાદીમાં શાહરૂખ ખાનની ફિલ્મ ચોથા નંબર પર છે. ફિલ્મે પહેલા વીકએન્ડમાં 6.2 મિલિયન ડોલર એટલે કે 51.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અહેવાલો અનુસાર, 'જવાન'એ અમેરિકન બોક્સ ઓફિસ પર શ્રેષ્ઠ ઓપનિંગ વીકેન્ડ કલેક્શન કર્યું છે. એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મે સારી કમાણી કરી હતી. 'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતમાં બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ તોડી રહી છે.