શોધખોળ કરો
Advertisement
કપિલ શર્માના શોમાં જયા પ્રદાએ શ્રીદેવી પર કર્યો મોટો ખુલાસો, આ ઘટના મુદ્દે કર્યો ઘટસ્ફોટ
વિતેલા જમાનાની અભિનેત્રી જયા પ્રદા અને શ્રીદેવી અનેક મુદ્દાને લઇને તે સમયે ચર્ચામાં રહી હતી. કપિલ શર્માના શોમાં જયા પ્રદાએ શ્રીદેવી મુદ્દે એક ખુલાસો કર્યો હતો. શું કહ્યું જયા પ્રદાએ આવો જાણીએ...
ટેલિવૂડ:ફિલ્મી પડદા પર બહેનની ભૂમિકામાં જોવા મળતી આ બંને અભિનેત્રીના રિયલ લાઇફમાં સંબંધો ખૂબ જ તણાવભર્યાં રહ્યાં છે. બંને એકબીજા સાથે બેસવાનું પણ પસંદ ન હતી કરતી. માત્ર કેમેરાની સામે જ બધુ જ નોર્મલ લાગતું હતું પરંતુ કેમેરો ઓફ થતાં જ બંને મોં ફેરવી લેતી હતી.
જ્યાએ શ્રીદેવી માટે કર્યો ખુલાસો
કપિલ શર્માના શોમાં કપિલે જ્યારે જયા પ્રદાને પૂછ્યું કે, શું એ વાત સાચી છે. કે જિતેન્દ્રએ તેમને બંનેને એક રૂમમાં બંધ કરી દીધી હતી ? તેનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, “હાં, આ વાત સાચી છે. આજે હું શ્રીદેવીને ખૂબ જ મિસ કરૂ છું પરંતુ એક સમય હતો જ્યારે અમે બંને એકબીજા સાથે વાત કરવાનું પણ પસંદ ન હતા કરતા”
જિતેન્દ્રએ એક જ રૂમમાં બંને કરી દીધી હતી કેદ
આ ઘટના વિશે વાત કરતા જયા પ્રદાએ જણાવ્યું હતું કે, “ હા એ વાત બિલકુલ સાચી છે કે, અમારા બંનનો ઝ઼ગડો ખતમ કરવા માટે જિતેન્દ્રએ અમને બંનેને એક જ રૂમમાં એક કલાક સુધી કેદ કરી દીધી હતી. જો કે એક કલાક બાદ જ્યારે અમે બંને બહાર આવ્યો તો બંને અલગ દિશામાંથી નીકળી ગઇ અને સ્થિતિમાં કોઇ સુધાર ન થયો”
મતભેદનું કારણ શું હતું
જયા પ્રદાએ મતભેદ અને બંને વચ્ચેના ચાલી રહેલા વિવાદનો ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે, “અમે બંને તે સમયની ટોપ એક્ટ્રેસ હતી. અને બંનેની એક્ટિંગ, ડાન્સ પણ લાજવાબ હતો. આ કારણે એક સ્પર્ધા જેવો માહોલ રહેતો અને આ જ કારણે બંને વચ્ચે હંમેશા અંતર રહેતું”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement