Kalki 2898 AD : પ્રભાસની ફિલ્મ 'કલ્કી' એ 11માં દિવસે બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો
પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો અભિનીત ફિલ્મ 'કલ્કી 2898 એડી' બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડ તોડી રહી છે.
![Kalki 2898 AD : પ્રભાસની ફિલ્મ 'કલ્કી' એ 11માં દિવસે બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો kalki 2898 ad prabhas film crossed 500 crore rupees Kalki 2898 AD : પ્રભાસની ફિલ્મ 'કલ્કી' એ 11માં દિવસે બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/fcb42c8ee34b5d70ca57584ee574e6231720080476131929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kalki 2898 ad bo collection day 11: પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો અભિનીત ફિલ્મ 'કલ્કી 2898 એડી' બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડ તોડી રહી છે અને શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે 10 દિવસમાં ભારતમાં 465 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. જ્યારે રવિવારે તેના 11મા દિવસે પણ ફિલ્મે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'કલ્કી 2898 એડી'એ દુનિયાભરના દર્શકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 11 દિવસમાં 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. એવી અપેક્ષા હતી કે નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ રવિવારે જ 500 કરોડનો આંકડો સ્પર્શી જશે અને એવું જ થયું.
11મા દિવસે કેટલું કમાણી કરી
View this post on Instagram
11માં દિવસે ફિલ્મનું કલેક્શન શાનદાર બની રહ્યું છે. સૈકનિલ્કના અહેવાલ મુજબ, કલ્કી 2898 એડીએ રવિવારે તેની રિલીઝના 11માં દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં રાત્રે 9 વાગ્યા સુધી 41.17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું કુલ કલેક્શન 506.87 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જોકે આ પ્રારંભિક ડેટા છે. પરંતુ ફિલ્મે 11માં દિવસે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તમને જણાવી દઈએ કે 'કલ્કી' ભારતમાં સૌથી ઝડપી 500 કરોડ રૂપિયાની કમાણી કરનાર ભારતીય ફિલ્મ પણ બની ગઈ છે.
કલ્કીએ તોડ્યો 'પઠાણ'નો રેકોર્ડ
કલ્કીએ ભારતમાં 11માં દિવસે જંગી કલેક્શન સાથે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ 'પઠાણ'નો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. કલ્કીએ રિલીઝના 11મા દિવસે અત્યાર સુધીમાં 41.17 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે 11માં દિવસે 'પઠાણ'ની કમાણી 23.25 કરોડ રૂપિયા હતી.
જવાનનો રેકોર્ડ પણ તૂટ્યો
બીજી તરફ કલ્કીએ શાહરૂખ ખાનની વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન'નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે જવાને તેના 11માં દિવસે 36.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 11મા દિવસના કલેક્શનની વાત કરીએ તો કલ્કી આ કમાણીમાં આગળ નીકળી ગઈ છે.
અત્યાર સુધી આ ફિલ્મો 500 કરોડની કમાણી કરી ચૂકી છે
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ઘણી ભારતીય ફિલ્મોએ ભારતમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં બાહુબલી 2, ગદર 2, KGF 2, પઠાણ, જવાન, દંગલ, બજરંગી ભાઈજાન, RRR અને એનિમલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે કલ્કી સૌથી ઝડપી 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. પઠાણને આ આંકડો પાર કરવામાં 28 દિવસ અને જવાનને 18 દિવસ લાગ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)