કંગના ભાજપના ક્યા દિગ્ગજ નેતાના ઘરે પહોંચતાં ભાજપમાં જોડાશે તેવી અટકળો બની તેજ ? કંગનાએ શું કહ્યું ?
બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવત છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલી રહી છે.
શિમલાઃ બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવત છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલી રહી છે. આ અટકળો વચ્ચે કંગના સોમવારે ભાજપના દિગ્ગજ નેતા અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શાંતાકુમારને મળતાં તે બહુ જલદી ભાજપમાં જોડાઈ જશે એવી વાતો વહેતી થઈ છે. કંગના પાલમપુરમાં શાંતાકુમારના ઘરે પોતાની બહેન રંગોલી ચંદેલ તથા પરિવાર સાથે આવી હતી.
જો કે કંગનાએ સ્પ,ટતા કરી છે કે, પોતા પોતાના ભાઈના લગ્નનું નિમંત્રણ આપવા શાંતાકુમારને ઘરે ગઈ હતી અને તેની મુલાકાતને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી કે હાલમાં પોતે ભાજપમાં જોડાશે એવી કોઈ વાત નથી. શાંતાકુમારે કંગના અને તેના પરિવારનો નિમંત્રણ માટે આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, કંગના હિમાચલની બહાદુર દીકરી છે અને પોતે હંમેશાં તેને સમર્થન આપ્યું છે. કંગના સાથે અન્યાય થયો હોવાનો દાવો પણ તેમણે કર્યો. કંગનાએ મુંબઈમાં પોતાની સાથે થયેલા અન્યાય અંગે શાંતાકુમાર સાથે ચર્ચા કરી હતી.