કંગના રનૌતની બ્યુટી અને ફિટનેસનું રાજ શું છે જાણો, આ છે તેનો સિક્રેટ ડાયટ પ્લાન
કંગના રનૌત તેમના દમદાર અભિનયના કારણે ફિલ્મ જગતમાં એક આગવું નામ બનાવી ચૂકી છે. આ સાથે તે તેમની ફિટનેસને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે.
બોલિવૂડ:કંગના રનૌત તેમના દમદાર અભિનયના કારણે ફિલ્મ જગતમાં એક આગવું નામ બનાવી ચૂકી છે. આ સાથે તે તેમની ફિટનેસને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે.
કંગના રનૌત તેમના દમદાર અભિનયના કારણે ફિલ્મ જગતમાં એક આગવું નામ બનાવી ચૂકી છે. આ સાથે તે તેમની ફિટનેસને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ કંગના રનૌત જેટલી એક્ટિંગ માટે મહેનત કરે છે. તેટલી જ મહેનત તે ફિટનેસ માટે પણ કરે છે. કંગના રનૌત તેની ફિટનેસને લઇને ખૂબ જ સતર્ક છે. તેમને તેમની બે ફિલ્મ પંગા અને થલાઇવી માટે વેઇટ ગેઇન કર્યું હતું. જો કે જેટલું ઝડપથી તેમણે તમનું વજન વધાર્યું, તેટલું જ ઝડપથી તેમણે તેમનું વજન ઉતાર્યું, આપને જાણીને આશ્ચર્ય થશે કે, કંગના રનૌતે માત્ર 10 દિવસમાં 5 કિલો વજન ઓછું કર્યું.
મીડિયા રિપોર્ટસ મુજબ કંગનાએ વજન ઓછું કરવા માટે Pilates કર્યાં, જે હાલ બોલિવૂડ સ્ટાર્સમાં ખૂબ જ પોપ્યુલર છે.તેમણે Pilatesની સાથે વર્કઆઉટની એક અલગ ફોર્મની પણ જોરદાર પ્રેકટિસ કરી હતી અને તેમની બોડીને ડોન્ટ કરી હતી. કંગનાનું માનવું છે કે વજન ઓછું કરવા માટે ડાયટનું વધુ મહત્વ છે. જેના કારણે ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. કંગનાએ વજન ઓછું કરવા માટે સખત પરંતુ સિમ્પલ ડાયટ ફોલો કર્યું હતું.
કંગનાએ ઓઇલી અને જંકફૂડને અલવિદા કહી દીધું હતું. તે હંમેશા ડાયટમાં પોષ્ટિક આહાર લેવાનું પસંદ કરે છે.કંગનાએ વજન ઓછું કરવા માટે ખાસ કરીને રાતના ડાયટ પર વધુ ધ્યાન આપ્યું. તે ડિનર આઠ વાગ્યા પહેલા જ લેવાનું પસંદ કરે છે. જેમાં તે વેજિટેબલ સૂપ અથવા બાફેલા શાક લેવાનું જ પસંદ કરે છે. ઉપરાંત કંગના તેમના ડાયટમાં નટ્સ, સિઝનલ ફળોને પણ સામેલ કરે છે. કંગના રનૌત ફિટનેસને ક્યારેય નથી કરતી નજર અંદાજ, આ રીતે ઉતાર્યું 5 કિલો વજન