જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
કેન્સર એક જીવલેણ રોગ છે જેના કારણોમાં જેનેટિક્સથી લઇને લાઇફસ્ટાઇલ સુધીના પરિબળોનો સમાવેશ થાય છે

કેન્સર એક જીવલેણ રોગ છે જેના કારણોમાં જેનેટિક્સથી લઇને લાઇફસ્ટાઇલ સુધીના પરિબળોનો સમાવેશ થાય છે. તેથી કેન્સરના જોખમની અગાઉથી આગાહી કરવી (Cancer Early Detection) ખૂબ મુશ્કેલ માનવામાં આવતું હતું. જોકે, તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વ્યક્તિને કેન્સર થવાનું જોખમ તેના જન્મ પહેલાં જ નક્કી કરી શકાય છે.
જન્મ પહેલાં કેન્સરનું જોખમ
નેચર કેન્સર જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ, વૈજ્ઞાનિકોએ બે અલગ અલગ એપિજેનેટિક પરિસ્થિતિઓ ઓળખી કાઢી છે જે વ્યક્તિના કેન્સરના જોખમને અસર કરે છે. આ એપિજેનેટિક્સ વ્યક્તિના જીવનના પ્રારંભિક તબક્કામાં વિકસે છે. એપિજેનેટિક્સ ડીએનએ બદલ્યા વિના આનુવંશિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે. આ અભ્યાસના પરિણામો અનુસાર, આમાંથી એક સ્થિતિ કેન્સરનું જોખમ ઘટાડે છે, જ્યારે બીજી સ્થિતિ જોખમ વધારે છે.
વેન એન્ડેલ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોના મતે ઓછા જોખમવાળી સ્થિતિ ધરાવતી વ્યક્તિને લ્યુકેમિયા અથવા લિમ્ફોમા જેવા લિક્વિડ ટ્યૂમર હોવાનો ખતરો વધું છે. જ્યારે ઉચ્ચ જોખમવાળી પરિસ્થિતિઓમાં વ્યક્તિમાં ફેફસાં અથવા પ્રોસ્ટેટ કેન્સર જેવા સોલિડ ટ્યૂમર હોવાનો રિસ્ક જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
આ સંશોધનના સહ-લેખક ડૉ. જે. એન્ડ્રુ પોસ્પિસિલિક સમજાવે છે કે આ અભ્યાસ પહેલા એવું માનવામાં આવતું હતું કે કેન્સર સામાન્ય રીતે ડીએનએને નુકસાન અને ઉંમર વધવા સાથે ડીએનએમાં ફેરફારને કારણે થાય છે, પરંતુ આ અભ્યાસ દર્શાવે છે કે કેન્સરનું જોખમ જન્મ પહેલાં જ નક્કી કરી શકાય છે.
ઉંદર પર પ્રયોગ કરવામાં આવ્યો
આ સંશોધનમાં ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગો દર્શાવે છે કે Trim28 જનીનનું સ્તર ઓછું ધરાવતા ઉંદરોમાં કેન્સર સંબંધિત જનીનો પર એપિજેનેટિક માર્કર્સ બે અલગ અલગ પેટર્નમાં જોવા મળ્યા હતા. આ પેટર્ન પ્રારંભિક તબક્કામાં જ વિકસે છે.
એપિજેનેટિક ભૂલોને કારણે જોખમ વધે છે
આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે એપિજેનેટિક ભૂલો કેન્સરનું જોખમ વધારી શકે છે. તે કોષોની ગુણવત્તાને નિયંત્રિત કરે છે, પરંતુ ભૂલોને કારણે બિનઆરોગ્યપ્રદ કોષો વધવા લાગે છે. જોકે દરેક અસામાન્ય કોષ કેન્સરમાં ફેરવાતો નથી પણ જોખમ ચોક્કસપણે વધે છે.
આ સંશોધન કેન્સરની શરૂઆતની તપાસ અને સારવારમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આનાથી કેન્સરની સારવાર અને નિદાનના વિકલ્પોની શક્યતા વધી જાય છે. એપિજેનેટિક્સ દ્વારા કેન્સરના જોખમને સમજવું અને તેનું નિયંત્રણ કરવું ભવિષ્યમાં આ જીવલેણ રોગ સામે લડવાનો એક અસરકારક માર્ગ સાબિત થઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















