શોધખોળ કરો
Advertisement
કંગનાની ઓપન ચેલેન્જ- 9 સપ્ટેમ્બરે આવી રહી છું મુંબઇ, કોઇના બાપમાં હિંમત હોય તો રોકી લો
કંગનાએ ટ્વીટમાં લખ્યું- હું જોઇ રહી છું કેટલાક લોકો મને મુંબઇ પાછી ના આવવાની ધમકી આપી રહ્યાં છે, એટલા માટે મે નક્કી કર્યુ છે કે 9 સપ્ટેમ્બરે મુંબઇ આવીશ. હું મુંબઇ એરપોર્ટ પર પહોંચીને ટાઇમ પૉસ્ટ કરીશ, કોઇના બાપમાં હિંમત હોય તો રોકી લો
મુંબઇઃ શિવસેના નેતા સંજય રાઉતની ધમકી બાદ અભિનેત્રી કંગના રનૌતે તેના પર વળતો પ્રહાર કર્યો છે, કંગનાએ સંજય રાઉતની ધમકી પર રિએક્શન આપ્યું છે. તેને કહ્યું કે, જે કોઇ મને મુંબઇ પાછી ના આવવાનુ કહી રહ્યાં છે, તે સાંભળે હું 9 સપ્ટેમબરે ફરીથી પાછી મુંબઇ આવી રહી છું, હિંમત હોય તો રોકી લો.
કંગનાએ ટ્વીટમાં લખ્યું- હું જોઇ રહી છું કેટલાક લોકો મને મુંબઇ પાછી ના આવવાની ધમકી આપી રહ્યાં છે, એટલા માટે મે નક્કી કર્યુ છે કે 9 સપ્ટેમ્બરે મુંબઇ આવીશ. હું મુંબઇ એરપોર્ટ પર પહોંચીને ટાઇમ પૉસ્ટ કરીશ, કોઇના બાપમાં હિંમત હોય તો રોકી લો.
કંગનાનુ કહેવુ છે કે શિવસેના નેતા સંજય રાઉતે તેને મુંબઇમાં ના આવવાની ધમકી આપી હતી. આ મુદ્દે સંજય રાઉતે કંગનાને સબૂત ભેગા કરીને પોલીસનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.
શિવસેના સાંસદ સંજય રાઉતે ગુરુવારે કહ્યું હતું કે, અભિનેત્રી કંગના રનૌતને ટ્વીટર પર નિવેદનબાજી કરવાની જગ્યાએ સબૂતોની સાથે પોલીસનો સંપર્ક કરવો જોઇએ, અને સાબિત કરવુ જોઇએ કે તેને (કંગનાને) ધમકી આપી છે.
સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતા અભિનેત્રીનુ નામ લીધા વિના કહ્યું કે ટ્વીટર પર નિવેદનબાજી કર્યા વિના કોઇ સબૂતોની સાથે પોલીસ અને સરકારનો સંપર્ક કરવો જોઇએ. આ પહેલા કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું- શિવસેના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યું છે કે હું મુંબઇ પાછી ના આવુ. પહેલા મુંબઇના રસ્તાંઓ પર આઝાદીના નારા લાગ્યા અને હવે ખુલ્લી ધમકીઓ મળી રહી છે. આ મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની જેવુ કેમ લાગી રહ્યું છે?..
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દુનિયા
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion