The Kerala Story Controversy: 'ધ કેરલા સ્ટોરી' ને લઈ ચાલી રહેલા વિવાદ પર કંગના રનૌતે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?
સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરલા સ્ટોરી(the kerala story ) બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે.
Kangana Ranaut On The Kerala Story: સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરલા સ્ટોરી(the kerala story ) બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. આ ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 'ધ કેરલા સ્ટોરી'ને લઈને તેની રિલીઝ પહેલા જ વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક લોકો આ ફિલ્મનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકોનું કહેવું છે કે આ એક પ્રચાર છે. હવે આ મામલે કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે.
View this post on Instagram
ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો એ બંધારણનું અપમાન છે
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, કંગના રનૌતે કહ્યું, 'કેટલાક રાજ્યોમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પાસ કરાયેલી ફિલ્મ ધ કેરલા સ્ટોરી પર પ્રતિબંધ મૂકવો એ બંધારણનું અપમાન છે. કંગના રનૌતે પત્રકારોને કહ્યું, 'સેન્સર બોર્ડે પાસ કરેલી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો એ બંધારણનું અપમાન છે. કેટલાક રાજ્યોમાં ધ કેરલા સ્ટોરી પર પ્રતિબંધ મૂકવો બિલકુલ ખોટું છે.
View this post on Instagram
લોકો બોલીવૂડ ઈન્ડસ્ટ્રી વિશે ફરિયાદ કરતા રહે છે
અભિનેત્રીએ કહ્યું કે લોકો બોલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરિયાદ કરતા રહે છે કે તેઓ જે પ્રકારની ફિલ્મો જોવા માંગે છે તે બનતી નથી. કંગના રનૌતે કહ્યું, 'ધ કેરલા સ્ટોરી જેવી ફિલ્મ બને છે ત્યારે લોકોની ફરિયાદો દૂર થઈ જાય છે. લોકોને જે ફિલ્મો જોવી ગમે છે તેનો ફાયદો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જ થાય છે.
સુપ્રીમ કોર્ટે ફિલ્મ પરના પ્રતિબંધ પર રોક લગાવી દીધી છે
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ સરકારે સમુદાયો વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને 8 મેના રોજ ફિલ્મ ધ કેરલા સ્ટોરી પર પ્રતિબંધ મૂક્યો હતો. તમિલનાડુના થિયેટરોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ખરાબ દર્શકોની સંખ્યાનો હવાલો આપી સ્ક્રીનિંગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના પશ્ચિમ બંગાળ સરકારના આદેશ પર રોક લગાવી દીધી હતી અને તમિલનાડુને ફિલ્મ જોનારાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું.
સુદીપ્તો સેનની વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મને પહેલા દિવસથી જ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેની સાથે જ તેનું કલેક્શન પણ ઘણું વધી રહ્યું છે.