(Source: ECI/ABP News/ABP Majha)
Birthday Special: કરીના કપૂરની 5 ફિલ્મો જે ગેમચેન્જર સાબિત થઈ, બની ગઈ મોટી સ્ટાર
કરીના કપૂર આજે તેનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલીવુડની બેબો તરીકે જાણીતી કરીના કપૂરે માત્ર 20 વર્ષની ઉંમરે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.
કરિના કપૂરે સતત 24 વર્ષથી બોલિવૂડ ફિલ્મોમાં પ્રભુત્વ જમાવ્યું છે. કરીના કપૂર આજે તેનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલીવુડની બેબો તરીકે જાણીતી કરીના કપૂરે માત્ર 20 વર્ષની ઉંમરે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં, તેણે પડદા પર તેના ગ્લેમરથી દર્શકોના દિલ જીતી લીધા અનેતે ફિલ્મોની સુપરહિટ હિરોઈન બની ગઈ. પોતાની 24 વર્ષની કરિયરમાં કરીના હવે એટલી મોટી સ્ટાર બની ગઈ છે કે તે હીરો વગર પણ ફિલ્મને હિટ કરાવવાની તાકાત ધરાવે છે. આ વર્ષે રિલીઝ થયેલી કરીના કપૂરની ફિલ્મ 'ધ ક્રૂ' તેનું સૌથી મોટું ઉદાહરણ છે.
ક્રૂ ફિલ્મે ઘણી કમાણી કરી હતી
આ ફિલ્મમાં કરીના કપૂર તેની ગર્લ ગેંગ તબ્બુ અને કૃતિ સેનન સાથે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે કરીના કપૂરની સોલો લીડ ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર' વધુ કમાણી કરી શકી ન હતી, તેમ છતાં કરીનાની એક્ટિંગે ઘણી વાહવાહી મેળવી હતી. કરીનાએ વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે આ ફિલ્મ કમાણીના મામલામાં વધારે કમાલ ન કરી શકી પરંતુ ફ્લોપ ન થઈ. આ પછી 2001માં રિલીઝ થયેલી કરીનાની ફિલ્મ 'મુઝે કુછ કહેના હૈ' બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. અહીંથી જ કરીના કપૂરના સ્ટારડમની શરુઆત થઈ હતી.
કરીના કપૂરે 2004માં આવેલી ફિલ્મ 'ચમેલી'માં પોતાના રોલથી લોકોના દિલ જીતી લીધા. આ પછી, કરીના કપૂર ધીમે ધીમે બોલિવૂડની ક્વિન બની ગઈ અને તેણે તેની સ્ટાર મોટી બહેન કરિશ્મા કપૂરના સ્ટારડમને પાછળ છોડી દીધુ. કરીના કપૂરે તેની 24 વર્ષની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 74 થી વધુ ફિલ્મો અને સિરિઝમાં કામ કર્યું છે. કરીના કપૂરની ગણતરી આજે બોલિવૂડની ટોચની હિરોઈનોમાં થાય છે. કરિના કપૂરના 44માં જન્મદિવસ પર અમે તેમની 5 એવી ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ.
1-'ચમેલી': દિગ્દર્શક સુધીર મિશ્રાની ફિલ્મ ચમેલી કરીનાની શરૂઆતની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં કરીના કપૂરે સેક્સ વર્કરની ભૂમિકા ભજવી હતી. આ કેરેક્ટરમાં પણ કરીના કપૂરે લોકોના દિલ જીતી લીધા હતા. અહીંથી જ કરીનાને એક મહાન હિરોઈનની સાથે સારી અભિનેત્રીનો ટેગ પણ મળ્યો હતો. આ પછી કરીના કપૂરે ક્યારેય પાછું વળીને જોયું નથી અને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.
2-'જબ વી મેટ': ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ' 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કરીના કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની સાથે કરીના ફિલ્મ 'ટશન' પણ કરી રહી હતી, જેના પર તેનું સંપૂર્ણ ધ્યાન હતું. જબ વી મેટ રિલીઝ થતાની સાથે જ સ્ક્રીન પર હિટ રહી હતી. આ ફિલ્મે ટશનને પાછળ છોડીને ઘણી કમાણી કરી અને કરીના કપૂરના પાત્રને અલગ બનાવી દીધું. હવે આ પાત્રની ચર્ચા આજ સુધી થાય છે.
3-'હીરોઈન': ડિરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ હીરોઈન વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં કરીના કપૂરે આ સ્ટોરીમાં ગ્લેમરની દુનિયા પાછળનું સત્ય બતાવ્યું હતું. આ ફિલ્મમાં કરીના પણ હિરોઈનનો રોલ કરી રહી હતી. આ ફિલ્મમાં પણ કરીનાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.
4-'ઓમકારા': દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઓમકારાની સ્ટોરી આજે પણ ભૂલાઈ નથી. 2006માં રિલીઝ થયેલી આ ફિલ્મ પણ કરીનાના કરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ હતી. આ ફિલ્મમાં અજય દેવગન સાથે કરીના કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં કરીનાના ખૂબ વખાણ થયા હતા અને તેના પાત્રની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
5-'ઉડતા પંજાબ': નિર્દેશક અભિષેક ચૌબેની ફિલ્મ 'ઉડતા પંજાબ' લોકોને ઘણી પસંદ આવી હતી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી પણ કરી હતી. આ ફિલ્મમાં કરીના કપૂરે પણ પોતાની એક્ટિંગ દેખાડી હતી. કરીના કપૂરની આ ફિલ્મને લોકો આજે પણ યાદ કરે છે.