શોધખોળ કરો
Advertisement
ટીવી સિરિયલોના ક્યા સુપરસ્ટારને કોરોના થઈ જતાં બંધ કરવું પડ્યું શૂટિંગ, જાણો વિગત
પાર્થને થોડાં દિવસથી અસ્વસ્થ લાગતું હોવાથી તેણે કોરોના ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતાં. તેણે ગત અઠવાડિયે જ શૂટિંગની શરૂઆત કરી હતી. બાદમાં બંને સિરીયલ્સના ક્રૂ અને કલાકારોને કોરોના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતાં. ત્યારબાદ સ્ટૂડીયો સીલ કરવામાં આવ્યો હતો
મુંબઇઃ કોરોના હવે ગ્લેમર વર્લ્ડ પર ત્રાટક્યો છે. ગ્લેમર વર્લ્ડ માટે રવિવારનો દિવસ આકરો સાબિત થયો છે, કેમકે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પરિવારના સભ્યોના કોરોના પોઝિટીવ આવ્યો, સાથે સાથે અનુપમ ખેરનુ ફેમિલી પણ કોરોનાગ્રસ્ત થયાના સમાચાર આવ્યા, હવે રિપોર્ટ છે કે ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કે'ના લીડ એક્ટર પાર્થ સમથાનને કોરોનાનો ચેપ લાગ્યો છે.
ટીવીના ફેમસ અભિેનતા પાર્થ સમથાનને કોરોના પૉઝિટીવ આવ્યો છે, પાર્થ સમથાન કસોટી જિંદગીમાં અનુરાગ બાસુની ભૂમિકા નિભાવી રહ્યો છે. થોડાક દિવસો પહેલા જ લૉકડાઉન પુરુ થયા બાદ આ ટીવી સીરિયલનુ શૂટિંગ શરૂ કરવામા આવ્યુ હતુ, હવે આવામાં અભિનેતા કોરોના પૉઝિટીવી નીકળતા હવે ફરીથી સીરિયલનુ શૂટિંગ બંધ કરવુ પડ્યુ છે. સાથે જ પાર્થની 'પવિત્ર ભાગ્ય' સિરીયલનું શૂટિંગ પણ થોડાં દિવસો માટે અટકી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
પાર્થને થોડાં દિવસથી અસ્વસ્થ લાગતું હોવાથી તેણે કોરોના ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતાં. તેણે ગત અઠવાડિયે જ શૂટિંગની શરૂઆત કરી હતી. બાદમાં બંને સિરીયલ્સના ક્રૂ અને કલાકારોને કોરોના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતાં. ત્યારબાદ સ્ટૂડીયો સીલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ હવે ઝડપીથી વધી રહ્યો છે, વળી, આજકાલ ખરેખરમાં હાઇપ્રૉફાઇલ કેસો મળી રહ્યાં છે. કોરોનાના રિપોર્ટની સાથે જ અભિનેતાના ફેન્સે સોશ્યલ મીડિયા પર જલ્દી ઠીક થવા માટે દુઆઓ માંગવાનુ શરૂ કરી દીધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement