Khatron Ke Khiladi 13: સલમાનની આ હિરોઈન ખતરો કે ખિલાડી-13માં સ્ટંટ કરતી જોવા જોવા મળશે, જાણો કોણ છે આ એક્ટ્રેસ
વર્ષ 2014માં સલમાન ખાનની ફિલ્મ 'જય હો' આવી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાનની સામે એક નવો ચહેરો લેવામાં આવ્યો હતો.
Salman Khan Movie Heroin Daisy Shah: વર્ષ 2014માં સલમાન ખાનની ફિલ્મ 'જય હો' આવી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાનની સામે એક નવો ચહેરો લેવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સલમાન સાથે ડેઈઝી શાહે કામ કર્યું હતું. આ જ ડેઈઝી શાહ હવે ટેલિવિઝન પર રોહિત શેટ્ટીના શોમાં જોવા મળશે. બીટીના જણાવ્યા મુજબ અભિનેત્રી ખતરોં કે ખિલાડી 13 ના કન્ફર્મ્ડ પાર્ટીસિપેટ બનીને શોમાં આવશે.
View this post on Instagram
થોડા દિવસો પહેલા KKK13ની ડીલ ડેઈઝીએ લોક કરી હતી
બોલિવૂડ અભિનેત્રી ડેઈઝી શાહે થોડા દિવસો પહેલા શોના નિર્માતાઓને શોમાં આવવાની હા પાડી હતી. રિપોર્ટ અનુસાર ખતરોં કે ખિલાડી સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું- 'અમે ઘણા સમયથી ડેઈઝી શાહના સંપર્કમાં હતા. તાજેતરમાં અભિનેત્રીએ ખતરોં કે ખિલાડી સીઝન 13 નો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. અમે આ વખતે શો સાથે અલગ-અલગ ડોમેનના સેલેબ્સને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તેથી અમે બી-ટાઉન ગર્લ ડેઈઝીનો પણ સંપર્ક કર્યો છે. અમે બોલિવૂડ, મ્યુઝિક, રિયાલિટી શો અને ડેઈલી સોપ્સના સેલેબ્સ પસંદ કર્યા છે. હવે આ ટીમ એકસાથે સાઉથ આફ્રિકા જવા રવાના થશે. મેના બીજા સપ્તાહમાં રોહિત શેટ્ટી સહિત તમામ કલાકારો સાઉથ આફ્રિકા જશે.
View this post on Instagram
સુપરસ્ટાર સલમાન ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે બોલીવૂડ અભિનેત્રી ડેઈઝી શાહે તેની પ્રથમ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન સાથે કામ કર્યું હતું. અભિનેત્રીએ ફિલ્મ જય હોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી અભિનેત્રી ફિલ્મ હેટ સ્ટોરીના ત્રીજા ભાગમાં જોવા મળી હતી. વર્ષ 2018માં તેણે રેસ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તો વર્ષ 2019માં ડેઈઝી એક ગુજરાતી ફિલ્મમાં પણ જોવા મળી હતી. તેણે ગુજરાત 11 થી ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.
View this post on Instagram