Rajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?
Rajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?
રાજકોટમાં રાજકુમાર જાટ મોત કેસમાં મોટો ખુલાસો થયો છે. રાજકુમાર જાટનું મોત બસની અડફેટે થયું હોવાનો ખુલાસો થયો છે. ખાનગી બસ સાથે અકસ્માત બાદ યુવાનનું મોત થયું હતું. રાજકોટથી જૂનાગઢ જતી બસે અકસ્માત સર્જ્યો હતો. રાજકોટ પોલીસે આ સમગ્ર મામલે સત્તાવાર જાહેરાત કરી નથી. પોલીસે જૂનાગઢથી બસના ડ્રાઈવરની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે આજે રાજકોટ પોલીસ ખુલાસો કરી શકે છે. રાજકોટમાં ગોંડલનાં યુવાનનાં મોત મામલે પોલીસે અકસ્માત કરનાર બસને કબ્જે કરી છે. એસઓજી પોલીસે બસ ડ્રાઈવરને પકડી પાડ્યો છે. જૂનાગઢથી અમદાવાદ જતી બસનો અકસ્માત થયાનો પોલીસ દાવો કરી રહી છે. મહાસાગર ટ્રાવેલ્સની બસને કબ્જે કરવામાં આવી છે. રાજકોટ પોલીસે બસ નંબર GJ 14 Z 3131 ને કબ્જે કરી છે. હજુ સુધી ઘટના સ્થળના તમામ સીસીટીવી જાહેર કરાયા નથી. યુવક જ્યારે ઘરેથી ગુમ થયો તેના આગલા દિવસે શું બન્યું હતું. તે હજુ સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી.
















