શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ પર ફિલ્મ બનાવનારા પ્રૉડ્યૂસરોને સુશાંતના પરિવારના વકીલે શું આપી ધમકી, જાણો વિગતે
સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે આ મામલે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, સુશાંતની લાઇફ પર તેના પિતાની સહમતિ વિના કોઇપણ ફિલ્મ, સીરિયલ કે પુસ્તક નથી લખી શકતુ
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કેટલાક ફિલ્મ પ્રૉડ્યૂસરોએ ઇચ્છા દર્શાવી છે કે તે સુશાંત સિંહની લાઇફને મોટા પદડા પર લઇ જાય. સુશાંત સિંહની જીવની પર ફિલ્મ બનાવવામાં આવે. સુશાંત સિંહની લાઇફ પર આધારિત ફિલ્મના ટાઇટલના રજિસ્ટ્રેશન માટે ફિલ્મ પ્રૉડ્યૂસર્સ એસોસિએશનની પાસે કેટલીય એપ્લિકેશન આવી છે. હવે સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે આ મામલે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, સુશાંતની લાઇફ પર તેના પિતાની સહમતિ વિના કોઇપણ ફિલ્મ, સીરિયલ કે પુસ્તક નથી લખી શકતુ.
વિકાસ સિંહે કહ્યું કે, જો કોઇપણ તેમની સહમતિ વિના આ પ્રૉજેક્ટ પર કામ કરે છે, તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ બધાની વચ્ચે પ્રૉડ્યૂસર્સ એસોસિએશનને મળેલી એપ્લિકેશનમાં સુસાંત, સુશાંત સિંહ રાજપૂત, અને સુશાંત રાજપૂતઃ બાયોગ્રાફી જેવા ટાઇટલ સામેલ છે. કેટલાક ફિલ્મ એસોસિએશને સુશાંતના નામ પર જ ટાઇટલ આપવા માટે એપ્લિકેશન કરી છે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતની લાઇફ પર પહેલાથી જ બે ફિલ્મોની જાહેરાત થઇ ચૂકી છે. આને લઇને કાસ્ટ પણ તૈયાર છે. પરંતુ આ બન્ને ફિલ્મો વિવાદોમાં ફસાઇ ગઇ છે. કેમકે આ બન્નેના ફિલ્મના પ્રૉડ્યૂસરે દાવો કર્યો હતો કે સુશાંત જેવો દેખાતો ટિકટૉક સ્ટાર રહેલો સચિન તિવારી જ ફિલ્મમાં સુશાંતની ભૂમિકા નિભાવશે. એક ફિલ્મનુ નામ સુસાઇડ યા મર્ડરઃ એ સ્ટાર વૉઝ લૉસ્ટ અને બીજી ફિલ્મનુ નામ શશાંક છે.
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનને પોતાના મુંબઇ સ્થિત બ્રાંદ્રાવાળા ઘરે આત્મહત્યા કરી લીધી હતી, બાદમાં આ કેસની તપાસ મુંબઇ પોલીસે ચલાવી પરંતુ સુશાંતના પિતાએ પટનામાં એફઆઇઆર દાખલ કરતા વિવાદ થયો અને અંતે સુપ્રીમ કોર્ટે આ કેસને સીબીઆઇને સોંપી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement