Love Story : પત્ની સાથે હજી પણ સીક્રેટ ડેટ્સ પર જાય છે મુકેશ અંબાણી
મુકેશ અંબાણી અને નીતા બંને મુંબઈના એન્ટિલિયામાં પરિવાર સાથે રહે છે. અંબાણી પરિવારના તમામ સભ્યો એકબીજાની ખૂબ નજીક છે અને આટલા અમીર હોવા છતાં તેઓ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે.
Mukesh Ambani And Nita Ambani: મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી કોઈપણ પરિચયના મોહતાજ નથી. બંંનેના નામ જ કાફી છે. મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનોની યાદીમાં શામેલ છે. મુકેશ અંબાણી અને નીતા બંને મુંબઈના એન્ટિલિયામાં પરિવાર સાથે રહે છે. અંબાણી પરિવારના તમામ સભ્યો એકબીજાની ખૂબ નજીક છે અને આટલા અમીર હોવા છતાં તેઓ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. જો કે, આ પરિવારના કેટલાક એવા રહસ્યો છે, જેના વિશે માત્ર ગણતરીના લોકો જ જાણે છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ 1985માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમના જીવનમાં ભલે ગમે તેટલા ઉતાર-ચઢાવ આવ્યા હોય, પરંતુ બંનેનો પ્રેમ એકબીજા માટે ક્યારેય ઓછો થયો નથી. પ્રેમની સાથે-સાથે બંને એકબીજાનું ખૂબ સન્માન પણ કરે છે.
View this post on Instagram
નીતા અંબાણીએ ખોલ્યું સુખી લગ્ન જીવનનું રહસ્ય
ફેમિનાને આપેલા ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ પોતાના સુખી લગ્ન જીવન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે અને તેમના પતિ હજુ પણ ડિનર ડેટ પર જાય છે અને એકબીજા માટે સમય કાઢે છે. તેમણે કહ્યું હતું- અમે હજી પણ એકબીજાના પ્રેમમાં છીએ. અમારો પ્લાન અચાનક બનેલો છે. અચાનક રાત્રે તે કહે છે, ચાલો કોફી લઈએ. અમે સી લાઉન્જમાં જઈએ છીએ અથવા જો દિવસનો પ્લાન હોય, તો અમે ભેજ અથવા દહીં બટાટા પુરી ખાવા માટે સ્વાતિ સ્નેક્સમાં જઈએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, લગ્નને આટલા વર્ષો થઈ ગયા હોવા છતાં તેમના લગ્નનો ચાર્મ હજી ખતમ થયો નથી.
View this post on Instagram
નાનપણથી જ બાળકોને પૈસાની કિંમત સમજાવવામાં આવેલી
નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે દર અઠવાડિયે પોતાના બાળકોને 5 રૂપિયા પોકેટ મની આપે છે. શરૂઆતથી જ અંબાણી પરિવારે પોતાના બાળકોને પૈસાની કિંમત સમજતા શીખવ્યું છે. iDivaને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, 'જ્યારે મારા બાળકો નાના હતા ત્યારે દર શુક્રવારે હું તેમને સ્કૂલની કેન્ટીનમાં ખાવા માટે 5 રૂપિયા આપતી હતી. એક દિવસ મારો નાનો દીકરો અનંત મારા બેડરૂમમાં આવ્યો અને મારી પાસે 10 રૂપિયા માંગ્યા. જ્યારે મેં તેને સવાલ કર્યો તો તેણે કહ્યું હતું કે, સ્કૂલમાં બાળકો તેની મજાક ઉડાવે છે અને કહે છે કે તે અંબાણી છે કે ભિખારી છે. આ સાંભળીને હું અને મુકેશ હસવાનું રોકી શક્યા નહીં.