શોધખોળ કરો

Man vs Wild: ભારત આવશે બેયર ગ્રિલ્સ, આ ક્રિકેટર કે અભિનેત્રી સાથે જમાવશે જોડી

આ અગાઉ રજનીકાંત, અક્ષય કુમાર, વિકી કૌશલ અને રણવીર સિંહ સહિત પીએમ મોદીનો એપિસોડ તો યાદ જ હશે. શોમાં ભારતીય સેલેબ્સને જોઈને ભારતીય ચાહકો ખૂબ જ ખુશ હતા.

Bear Grylls Soon to Come to India : એડવેન્ચર શો 'મેન વર્સીસ વાઇલ્ડ' દર્શકોમાં ઘણો લોકપ્રિય રહ્યો છે. હવે તે તેના નવા એપિસોડ સાથે ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. આ અગાઉ રજનીકાંત, અક્ષય કુમાર, વિકી કૌશલ અને રણવીર સિંહ સહિત પીએમ મોદીનો એપિસોડ તો યાદ જ હશે. શોમાં ભારતીય સેલેબ્સને જોઈને ભારતીય ચાહકો ખૂબ જ ખુશ હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે પ્રિયંકા ચોપરા અથવા વિરાટ કોહલી જંગલમાં ફરતા જોવા મળશે. જો પ્રિયંકા કે વિરાટ શોમાં જોવા મળે તો દર્શકો માટે આનાથી મોટી ખુશીની વાત શું હોઈ શકે.

બેયર ગ્રિલે આ મામલે કહ્યું કે...

તાજેતરમાં જ બેયર ગ્રિલ્સે હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે, અભિનેત્રી પ્રિયંકા ચોપરા નંબર વન સેલિબ્રિટી છે. વિરાટ કોહલી પણ જોવા મળી શકે છે. બંને પ્રેરણાદાયી વ્યક્તિઓ છે. દુનિયા તેમને પ્રેમ કરે છે. લોકો તેમની કહાની, તેમની કારકિર્દીની સફર અને જીવન વિશે જાણવા માંગશે. જો બંનેમાંથી કોઈ એક શોમાં આવે છે તો તે મારા માટે ભાગ્યની વાત હશે. બેયરે એમ પણ કહ્યું હતું કે, તે આવતા મહિનામાં ભારત આવશે અને શોનું શૂટિંગ કરશે. બેયરે હજુ સુધી એ નથી જણાવ્યું કે તેના શો માં પ્રિયંકા દેખાશે કે પછી વિરાટ કોહલી નજરે પડશે.

બેયરને ભારત ખુબ જ પસંદ છે. તેણે કહ્યું હતું કે, હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે મને ઘણો પ્રેમ મળે છે. ભારત સાથે મારું જોડાણ અદ્ભુત છે. પીએમ મોદી હોય કે રણવીર સિંહ, દરેક સાથે મારો બોન્ડ સારો રહ્યો છે. એકદમ સુંદર.

જાહેર છે કે, પ્રિયંકા ચોપરા હાલમાં તેની ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેની વેબ સીરિઝ 'સિટાડેલ' રિલીઝ થઈ છે જે નેકફ્લિક્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ વેબ સિરીઝને દર્શકો તરફથી કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. પ્રિયંકા હવે બોલિવૂડ કરતાં હોલિવૂડના પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપી રહી છે. જ્યારે ક્રિકેટર વિરાટ કોહલીની વાત કરીએ તો આ ક્રિકેટર ઓસ્ટ્રેલિયામાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવામાં વ્યસ્ત છે.

Warner Bros. Discovery: વોર્નર બ્રધર્સ ડિસ્કવરી હૈદરાબાદમાં સ્થાપશે આંતરરાષ્ટ્રીય વિકાસ કેન્દ્ર, 1200 લોકોને મળશે રોજગારી

વોર્નર બ્રધર્સ ડિસ્કવરી, ગ્લોબલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સમૂહ, ટેલિવિઝન, ફિલ્મ, સ્ટ્રીમિંગ અને ગેમિંગમાં તેના વિવિધ પોર્ટફોલિયો, બ્રાન્ડ્સ અને ફ્રેન્ચાઈઝી માટે જાણીતું છે, તેણે હૈદરાબાદના વાઈબ્રન્ટ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સ્પેસ હબમાં પ્રવેશની જાહેરાત કરી છે. તે અહીં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેન્ટર (IDC) ની સ્થાપના કરશે, જે 1,200 વ્યાવસાયિકો માટે નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.   એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મીટીંગ દરમિયાન મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં વૃદ્ધિ અને નવીનતાને ચલાવવામાં બંને પક્ષોની સહિયારી દ્રષ્ટિને પ્રકાશિત કરવામાં આવી હતી, જેનાથી હૈદરાબાદમાં આશાસ્પદ ભવિષ્ય માટે તેમની ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget