Mohammad Shami: બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ મોહમ્મદ શમી પર ફિદા, લગ્ન માટે કરી દીધુ પ્રપૉઝ ને.......
પાયલ ઘોષે 2 નવેમ્બરે તેના X (જૂનું નામ ટ્વિટર) હેન્ડલ પર આ પૉસ્ટ કરી હતી, પરંતુ તે છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થઈ રહી છે
ICC Cricket World Cup 2023: ભારતીય ટીમ અત્યારે આઇસીસી વનડે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, અને આના મૂળમાં ભારતીય બૉલરોનો ફાળો સૌથી મોટો છે. આમાં પણ મોહમ્મદ શમી આજકાલ પોતાની શાનદાર લયમાં દેખાઇ રહ્યો છે. મોહમ્મદ શમીને ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા આ વર્લ્ડકપની શરૂઆતની મેચોમાં રમવાની તક આપવામાં આવી ન હતી, પરંતુ જ્યારે તેને રમવાની તક મળી ત્યારે તેણે હંગામો મચાવ્યો હતો. મોહમ્મદ શમી આ વર્લ્ડકપમાં માત્ર 4 મેચ રમ્યો છે, પરંતુ તેણે અન્ય તમામ ભારતીય બૉલરો કરતા 16 વિકેટો લીધી છે. છેલ્લી કેટલીક મેચોમાં મોહમ્મદ શમીની બૉલિંગ સૌથી ખતરનાક દેખાઈ રહી છે, જેના કારણે વિપક્ષી ટીમ ટકી શકી નથી.
મોહમ્મદ શમીને બૉલીવુડની હૉટ એક્ટ્રેસે કર્યુ પ્રપૉઝ
આ કારણે સમગ્ર દેશમાં મોહમ્મદ શમીની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન બૉલીવુડની એક અભિનેત્રીએ મોહમ્મદ શમીને પ્રપૉઝ પણ કર્યું છે. તેમનો પ્રપૉઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બૉલીવૂડની ઘણી ફિલ્મો અને લોકપ્રિય ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયામાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પાયલ ઘોષે મોહમ્મદ શમીને લગ્ન માટે પ્રપૉઝ કર્યું છે. પાયલ ઘોષે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા મોહમ્મદ શમીને પ્રપૉઝ કરતી એક પૉસ્ટ લખી હતી, જેમાં તેણે કહ્યું હતું કે, "શમી, તું તારું અંગ્રેજી સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું."
#Shami Tum apna English sudharlo, I’m ready to marry you 🤣🤣
— Payal Ghoshॐ (@iampayalghosh) November 2, 2023
પાયલ ઘોષે 2 નવેમ્બરે તેના X (જૂનું નામ ટ્વિટર) હેન્ડલ પર આ પૉસ્ટ કરી હતી, પરંતુ તે છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થઈ રહી છે. પાયલ ઘોષના આ પ્રસ્તાવ પછી સોશ્યલ મીડિયા પર મોહમ્મદ શમીના ફેન્સ તેની અસલી પત્ની હસીન જહાંને ટ્રૉલ કરી રહ્યા છે, જેણે મોહમ્મદ શમી પર સતત ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તાજેતરમાં જ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં હસીન જહાંએ કહ્યું હતું કે તેને ક્રિકેટમાં કોઈ રસ નથી, તેથી તેને ખબર નથી કે શમી શું કરી રહ્યો છે અને શું નથી, પરંતુ જો તે સારો દેખાવ કરી રહ્યો છે તો ટીમ જીતી રહી છે. વધુ પૈસા કમાય છે તો તે દરેક માટે, તેના માટે, આપણા માટે અને દરેક માટે સારું છે.