શોધખોળ કરો
‘Dilbar-Dilbar’ ના શૂટિંગ સમયે Nora Fatehi એ છોડી દીધું હતું જમવાનું, જાણો શું હતું કારણ ?
દિલબર દિલબર ગીત સૌથી પહેલા એક્ટ્રેસ સુષ્મિતા સેન પર 1993માં આવેલી સિર્ફ તુમમાં ફિલ્માવવામાં આવ્યું હતું જે ખૂબ જ હિટ થયું હતું.
મુંબઈ: 2018માં આવેલી જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે યાદ હશે, આ ફિલ્મનું એક ગીત આજે પણ લોકોના દિલમાં છે. આ ગીત હતું દિલબર દિલબર જેને ડાન્સર નોરા ફતેહી પર ફિલ્માવવામાં આવ્યું હતું. દિલબર દિલબર ગીત સૌથી પહેલા એક્ટ્રેસ સુષ્મિતા સેન પર 1993માં આવેલી સિર્ફ તુમમાં ફિલ્માવવામાં આવ્યું હતું જે ખૂબ જ હિટ થયું હતું. બાદમાં નંબર આવ્યો નોરા ફતેહીનો જેણે દિલબર દિલબરના રીમેક સોંગમાં પોતાના ડાન્સ મૂવ્સથી નવો રંગ આપ્યો હતો.
">
આ ગીતને ટોપ ક્લાસ બનાવવા માટે નોરા ફતેહીએ ખૂબ જ મહેનત કરવી પડી હતી. આજના આ આર્ટિકલમાં અમે તમેને આ ગીતનો બિહાઈન્ડ ધ સીન વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નોરાને પ્રેક્ટિસ દરમિયાન રેતીના ઉડવાથી નોરાને મુશ્કેલી થતી હતી.
એટલું જ નહી એક જગ્યાએ તો નોરા પોતે કહે છે કે આ ગીતના શૂટિંગને લઈ એટલી નર્વસ થઈ ગઈ હતી કે જમવાનું છોડી દિધુ હતું અને ખાલી પેટ જ આ ગીતનું શૂટિંગ કરતી રહી હતી. ફિલ્મના એક્ટર જોન અબ્રાહમ આ વીડિયોમાં નોરાના વખાણ કરતા કહે છે, 'નોરાના ડાન્સ મૂવ્સ જોઈ લાગતું જ નથી કે તેના શરીરમાં હાડકાઓ પણ છે.' તમને જણાવી દઈએ કે નોરાની ડાન્સ પ્રેક્ટિસના આ બિહાઈન્ડ ધ સીન વીડિયોને અત્યાર સુધીમાં 1.5 કરોડ લોકોએ જોયો છે. આ ગીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નોરાની કિસ્મત બદલી નાખી અને તેને રાતોરાત સ્ટાર બનાવી દિધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement