શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં વર્ચ્યૂઅલ કૉફી ડેટ મારફતે 4000થી વધુ ગરીબ પરિવારોની મદદ કરશે આ એક્ટ્રે્સ
અભિનેત્રી પરિણિતી ચોપડા દ્વારા એકઠી કરવામાં આવેલી આ રકમનો ઉપયોગ 1000 રોજિંદા મજૂર-ગરીબ પરિવારોના 4000 સભ્યોને રેશન આપવા માટે કરવામાં આવશે
મુંબઇઃ લૉકડાઉનમાં વધુ એક અભિનેત્રી ગરીબો અને રોજિંદા મજૂરોની મદદે આવી છે. એક્ટ્રેસ પરિણિતી ચોપડાએ એક ખાસ પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત તે કેટલાક લોકો સાથે વર્ચ્યૂઅલ કૉફી ડેટ પર જશે, અને આનાથી જે પણ રકમ એકઠી થશે, તે લોકોની મદદમાં વાપરશે.
અભિનેત્રી પરિણિતી ચોપડા દ્વારા એકઠી કરવામાં આવેલી આ રકમનો ઉપયોગ 1000 રોજિંદા મજૂર-ગરીબ પરિવારોના 4000 સભ્યોને રેશન આપવા માટે કરવામાં આવશે.
પરિણિતીએ કહ્યું કે, આપણા દેશમાં હાલ લૉકડાઉન છે, જેના કારણે લાખો મજૂરો-ગરીબો છે જે કમાઇ નથી શકતા, અને તેમને બે ટાઇમનું ભોજન માટે બહુ મુશ્કેલી પડી રહી છે. એટલા માટે ફેનકાઇન્ડ, ગિવઇન્ડિયા અને હું આવા પરિવારોની મદદ કરવા માટે સામે આવ્યા છીએ.
પરિણિતી ચોપડાના કેમ્પેઇનની રેશન કિટમાં દાળ, ચોખા, લોટ, મીઠુ, મસાલા, ચા, ખાંડ, તેલ વગેરે હશે. એક રેશન કિટથી ઓછામાં ઓછા 4 સભ્યોના પરિવારને ભરપૂર ખાવાનુ મળશે. આ રેશન કિટને મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર અને તામિલનાડુમાં વહેંચવામાં આવશે.
પરિણિતી ચોપડા, અર્જૂન કપૂરની બહેન અંશુલાના એનજીઓ ફેનકાઇન્ડ દ્વારા ડૉનેશન એકઠુ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement