Pathaan Advance Booking: ભારતમાં ફિલ્મ પઠાણનું એડવાન્સ બુકિંગ, મિનિટોમાં વેચાઈ ગઈ 50 હજાર ટિકિટ
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આ વર્ષની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ ભલે વિવાદોમાં હોય પરંતુ તેની રિલીઝ પહેલા તેને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
Pathaan Advance Booking: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આ વર્ષની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ ભલે વિવાદોમાં હોય પરંતુ તેની રિલીઝ પહેલા તેને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. 'પઠાણ' ટિકિટનું ઓનલાઈન એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મની 40,000 થી વધુ ટિકિટ થોડા કલાકોમાં વેચાઈ ગઈ છે.
મેટ્રો સિટીમાં પઠાણ માટે તૂટી પડ્યા SRKના ફેન્સ
Paytm અને BookMyShow પર 'પઠાણ' માટે ટિકિટનું ઓનલાઈન એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શાહરૂખના ચાહકોનું પૂર આવ્યું છે અને ટિકિટો તુરંત વેચાઈ રહી છે. મેટ્રો સિટીમાં ઝડપથી ટિકિટ બુક થઈ રહી છે. દિલ્હીના કેટલાક સિનેમા હોલમાં તો નાઈટ શોમાં પણ સીટો પુરી દેખાઈ રહી છે.
બોલિવૂડના 'બાદશાહ'નું કમબેક ધમાકેદાર થશે
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં 'બુક માય શો'ના આશિષ સક્સેનાએ જણાવ્યું કે, 'પઠાણ' માટે અમને એપ પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. શાહરૂખ ખાનના લગભગ 4 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરવાને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તેમજ પઠાણ આ વર્ષની પહેલી મલ્ટિસ્ટારર ફિલ્મ છે.
ટિકિટનું વેચાણ ચાલુ છે
સક્સેના અનુસાર, બુક માય શો પર ફિલ્મ રિલીઝ થયાના પહેલા 36 કલાકમાં જ 40,000થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. આ સિવાય ટિકિટોનું વેચાણ પણ સતત ચાલુ છે. તે જ સમયે, બોક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટમાં, 50,000 ટિકિટના વેચાણની માહિતી આપવામાં આવી છે.
20 જાન્યુઆરીથી બુકિંગ શરૂ થઈ ગયું છે
આ ઉપરાંત યશ રાજ ફિલ્મ્સે પઠાણ માટે ટિકિટના ઓનલાઈન એડવાન્સ બુકિંગના આંકડા પણ શેર કર્યા છે. ભારતમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું હતું. IMAX, 4DX, 2D સ્ક્રીન માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. ટિકિટની કિંમતની વાત કરીએ તો, PVR, EDM, ગાઝિયાબાદમાં કિંમત 340 રૂપિયા જણાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલરને પણ દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જોકે, 'પઠાણ'ના 'બેશરમ રંગ' ગીત પર ઘણો હંગામો થયો હતો.