શોધખોળ કરો
Advertisement
સુશાંતના મોત મામલે માહિતી એકઠી કરવા પોલીસ કરશે આ મોટા પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટીગેશન, જાણો વિગતે
પોલીસના શકના દાયરામાં આવેલા 22 લોકોના પહેલાથી જ નિવેદનો નોંધી ચૂકી છે. પરંતુ હાલ શકની સોય સુશાંતના ટ્વીટર પર જઇને અટકી છે. ઉલ્લેખનીય છે કે પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંત સિંહના મોતની પાછળ હેંગિંગનો ખુલાસો થયો છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે પોલીસે તપાસ પુરજોશમાં ચાલુ કરી દીધી છે, હવે પોલીસે આ તપાસને આગળના સ્ટેજ પર કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, એટલે પોલીસ બહુ જલ્દી ટ્વીટરને એક લેટર આપવાની છે, અને ટ્વીટર પરથી ખાસ પ્રકારની માહિતીઓ એકઠી કરવાની છે.
પોલીસને શક છે કે સુશાંત સિંહ રાજપૂતની પૉસ્ટ છેલ્લા કેટલાક મહિનાઓની ડિલીટ કરી દેવામાં આવી છે પિંકવિલાની એક રિપોર્ટ અનુસાર, પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, સુશાંત સિંહ કેસમા નવા નવા પેંચ સામે આવી રહ્યાં છે. પૉસ્ટ ડિલીટ કરવાના શકમાં પોલીસ ટ્વીટરને લેટર લખવા જઇ રહી છે. એટલે કે પોલીસ પોતાની તપાસનો વ્યાપ વધારીને હવે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પહોંચી છે.
ખાસ વાત છે કે પોલીસના શકના દાયરામાં આવેલા 22 લોકોના પહેલાથી જ નિવેદનો નોંધી ચૂકી છે. પરંતુ હાલ શકની સોય સુશાંતના ટ્વીટર પર જઇને અટકી છે. ઉલ્લેખનીય છે કે પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંત સિંહના મોતની પાછળ હેંગિંગનો ખુલાસો થયો છે. સુશાંતે 14 જૂને પોતાના બ્રાન્દ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યુ છે કે અભિનેતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કેટલીક પૉસ્ટને ડિલીટ કરી દેવામાં આવી છે. પોલીસે ટ્વીટર પાસે સુશાંત સિંહ રાજપૂતના છેલ્લા છ મહિનાની પૉસ્ટની જાણકારી માંગી છે. તેમને શક છે કે 27 ડિસેમ્બર 2019 બાદ એકાઉન્ટ પર કોઇ પૉસ્ નથી, અને બની શકે છે કે પૉસ્ટને કોઇને ડિલીટ કરી દીધી હોય. આ માહિતી એકઠી કરવા પોલીસ ટ્વીટરને લેટર લખવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion