શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનાસ સાથે લંડનમાં ઉજવી દિવાળી, શેર કરી આ સુંદર તસવીર
પ્રિયંકા ચોપડાએ આ તસવીરનુ શેરિંગ લૉકેશન લંડન નાંખ્યુ છે. ઉલ્લેખનીય છે કે નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા હંમશા પ્રૉફેશનલ ટ્રિપ કે શૂટ પર એક સાથે જાય છે. થોડાક દિવસો પહેલા નિક જોનાસે એક થ્રૉબેક તસવીર શેર કરી હતી
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, તે હંમેશા પોતાની રૂટિન લાઇફને લગતી તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે તેને દિવાળીના તહેવાની ઉજવણી કરતી તસવીરો શેર કરી છે. પ્રિયંકાએ પતિ નિક જોનાસ સાથે દિવાળીનુ સેલિબ્રેશન કર્યુ છે. એક્ટ્રેસે ફેન્સને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.
દિવાળીના આ પ્રસંગે પ્રિયંકા ચોપડાએ ફૂલોની છાપ વાળી લાલ સાડી પહેરી, અને આના મેચિંગની સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો. તેને કાનોમાં મોટા ઇયરિંગ્સ, આછી ગુલાબી રંગની બંગળીઓ અને એક વીંટી પહેરેલી છે. આમાં તે એકદમ સુદર લાગી રહી છે.
વળી, નિક જોનાસે કાળા રંગની ટી-શર્ટ પર ફૂલોની છાપ વાળુ જેકેટ પહેરેલુ છે. તે એકદમ હેન્ડસમ દેખાઇ રહ્યો છે. બન્નેએ પોતાના હાથોમાં દીવડો પકડ્યો છે અને તસવીર માટે પૉઝ આપી રહેલા દેખાઇ રહ્યાં છે.
આ તસવીરને શેર કરતા પ્રિયંકા ચોપડાએ લખ્યું- તમામને દિવાળીના તહેવારની હાર્દિક શુભેચ્છાઓ, અમારા પરિવાર વતી તમારા પરિવારને. પ્રિયંકા ચોપડાએ આ તસવીરનુ શેરિંગ લૉકેશન લંડન નાંખ્યુ છે. ઉલ્લેખનીય છે કે નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા હંમશા પ્રૉફેશનલ ટ્રિપ કે શૂટ પર એક સાથે જાય છે. થોડાક દિવસો પહેલા નિક જોનાસે એક થ્રૉબેક તસવીર શેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement