'યે ભારત કા તિરંગા હૈ, ઝુકેગા નહી', ન્યૂયોર્કમાં અલ્લુ અર્જુને બોલ્યો ડાયલોગ, જુઓ Video
સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર અલ્લુ અર્જુન આમ તો પહેલાંથી જ સફળ અભિનેતાઓની યાદીમાં આવે છે પરંતુ, અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પાને લઈ ખુબ જ પોપ્યુલર થયો છે.
Allu Arjun New York : સાઉથ ઈંડિયન સુપરસ્ટાર અલ્લુ અર્જુન આમ તો પહેલાંથી જ સફળ અભિનેતાઓની યાદીમાં આવે છે પરંતુ, અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પાને લઈ ખુબ જ પોપ્યુલર થયો છે. હવે અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ ભારત જ નહી પણ દુનિયાના વિવિધ દેશોમાં પણ વધી ગઈ છે. આ વાતનો પુરાવો ત્યારે મળ્યો જ્યારે અલ્લુ અર્જુન પોતાની પત્ની સ્નેહા રેડ્ડી સાથે ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં (India Day parade in New York) હાજર રહ્યો. ઈન્ડિયા ડે પરેડમાં અલ્લુ અર્જુનને જોવા માટે મોટી ભીડ ઉમટી હતી.
યે ભારત કા તિરંગા હૈ....
ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અલ્લુ અર્જુનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આવા જ એક વીડિયોને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. વીડિયોમાં અલ્લુ અર્જુન એવો ડાયલોગ બોલ્યો કે જેને જોઈને તમને પણ ગર્વ થશે. વીડિયોમાં જોઈ શકાય છે કે, અલ્લુ અર્જુન પોતાની પત્ની સાથે સ્ટેજ પર છે અને તેની સાથે ઘણા લોકો પણ છે. ત્યારે અર્જુન ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાને હાથમાં લે છે અને પુષ્પા સ્ટાઈલમાં કહે છે, યે ભારત કા તિરંગા હૈ, કભી ઝુકેગા નહીં. અર્જુન દ્વારા પુષ્પા સ્ટાઈલમાં આ ડાયલોગ સાંભળીને આ પરેડમાં હાજર લોકો તાળીઓ પાડવા લાગ્યા હતા અને સીટીઓ વગાડી હતી.
"ये भारत का तिरंगा है , कभी झुकेगा नहीं " @alluarjun at #IndiaDayParade#NewYork #AlluArjun𓃵 #AlluArjun #Pushpa #PushpaTheRule #Pushpa2 #IndiaDayParade@amitbhatia1509 @aditiSBS@sanjayjourno @vikasbha
— Ketan Dixit (@rjketan) August 22, 2022
pic.twitter.com/GTCwhDka9W
અલ્લુ અર્જુનને ગ્રાન્ડ માર્શલનું બિરુદ આપવામાં આવ્યુંઃ
અલ્લુ અર્જુને તેની પત્ની સ્નેહા રેડ્ડી સાથે પરેડમાં હાજરી આપી હતી જ્યાં તેને ગ્રાન્ડ માર્શલનું બિરુદ આપવામાં આવ્યું હતું. અલ્લુનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેની પત્ની સાથે જીપમાં જોવા મળી રહ્યો છે અને તેના હાથમાં ત્રિરંગો જોવા મળી રહ્યો છે. અલ્લુ સફેદ સૂટમાં ડેશિંગ લાગે છે, જ્યારે સ્નેહા પીળા સૂટમાં સુંદર લાગી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પુષ્પાની જબરદસ્ત સફળતા બાદ અલ્લુ હવે બીજા ભાગ પુષ્પાઃ ધ રુલની તૈયારીમાં વ્યસ્ત છે.