(Source: ECI/ABP News/ABP Majha)
Rajinikanth's Net Worth: રજનીકાંત છે કરોડોની પ્રોપર્ટીના માલિક, મોંઘી કારોથી લઈને બંગલાની કિંમત જાણી ચોંકી જશો
Rajinikanth's Net Worth: આજે રજનીકાંતના જન્મદિવસના અવસર પર અમે તેમની સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજે તેમની નેટવર્થ અને તેમની સંપત્તિ પર એક નજર કરીએ.
Rajinikanth's Net Worth: ભારતીય સિનેમાના થલાઈવા શિવાજી રાવ ગાયકવાડ, જે રજનીકાંત તરીકે વધુ જાણીતા છે. આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. છેલ્લા ઘણા દાયકાઓથી તેમણે ફિલ્મોમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. રજનીકાંતની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી ડાઉન ટુ અર્થ સ્ટાર્સમાં થાય છે. 1975માં તેમની શરૂઆતથી અભિનેતાએ ઉદ્યોગમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. સાઉથમાં તેના ચાહકો રજનીકાંતને ભગવાનની જેમ પૂજે છે અને તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તેમની સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
રજનીકાંત કરોડોના માલિક છે
આજે તેમની નેટવર્થ અને તેમની પાસે રહેલી મોંઘી સંપત્તિ પર એક નજર કરીએ તો સેલિબ્રિટી નેટ વર્થ અનુસાર ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા રજનીકાંતની નેટવર્થ 430 કરોડ રૂપિયાથી વધુ છે. ફોર્બ્સ અનુસાર અભિનેતા 2018માં 50કરોડની વાર્ષિક આવક સાથે 14મા ક્રમે હતા. તાજેતરના અંદાજ મુજબ સુપરસ્ટારને તેની આગામી ફિલ્મ જેલર માટે રૂ. 150 કરોડ ચૂકવવામાં આવશે. જે તેને ભારતમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંનો એક બનાવશે.
ચેન્નાઈના પોશ ગાર્ડન વિસ્તારમાં રજનીકાંતની એક મોટી હવેલી છે, જ્યાં શહેરના મોટા ભાગના અગ્રણી ઉદ્યોગસાહસિકો, રાજકારણીઓ, અભિનેતાઓ અને અન્ય શ્રીમંત વ્યક્તિઓ રહે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રોપર્ટીની કિંમત 35 કરોડ રૂપિયા છે. તેમની પત્ની લતાની માલિકીની શાળામાં અભિનેતાનો પણ હિસ્સો છે.
મોંઘી કારના શોખીન
રજનીકાંત મોંઘી કારોના ખૂબ જ ચાહક છે. તેમની પાસે 16.5 કરોડની કિંમતની રોલ્સ રોયસ ફેન્ટમ અને 6 કરોડની કિંમતની રોલ્સ રોયસ ઘોસ્ટ છે. અભિનેતા પાસે BMW X5 પણ છે જેની કિંમત 67.90 લાખથી શરૂ થાય છે અને 1.77 કરોડ સુધી જઈ શકે છે, 2.55 કરોડની મર્સિડીઝ-બેન્ઝ જી વેગન, 3.10 કરોડની કિંમતની લેમ્બોર્ગિની ઉરુસ અને પ્રીમિયર પદ્મિની, ટોયોટા ઈનોવા અને હિન્દુસ્તાન મોટર્સ એમ્બેસેડર છે.
ભારતીય સિનેમાના થલાઈવા પાસે 5-6 કરોડની કિંમતની બેન્ટલી લિમોઝિન છે, પરંતુ અભિનેતાએ તેની વિશિષ્ટતાઓ અનુસાર વાહનને કસ્ટમાઇઝ કર્યું છે અને તેની કિંમત 22 કરોડ રૂપિયા છે. રજની દર વર્ષે પોતાની ફિલ્મો માટે 50 થી 60 કરોડ રૂપિયા લે છે. રજનીકાંત પાસે વર્તમાન સંપત્તિમાં 100-120 કરોડ રૂપિયા છે.