શોધખોળ કરો
Advertisement
Rajiv Kapoor Death: કપૂર પરિવાર પર તૂટી પડ્યો દુખનો પહાડ, ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું નિધન
તેઓ 58 વર્ષના હતા. હાર્ટ અટેકના કારણે તેમનું મોત થયું છે. આજે રાજીવ કપૂરને ચેમ્બુર સ્થિત તેમના નિવાસ સ્થાને જ હાર્ટ અટેક આવ્યો હતો.
કપૂર પરિવાર પર ફરી એક વખત દુખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેતા રણધીર કપૂર અને ઋષિ કપૂરના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. હાર્ટ અટેકના કારણે તેમનું મોત થયું છે. આજે રાજીવ કપૂરને ચેમ્બુર સ્થિત તેમના નિવાસ સ્થાને જ હાર્ટ અટેક આવ્યો હતો.
જે બાદ તેમને રણબીર કપૂર સહિત પરિવારના સભ્યો હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગયા વર્ષે જ ઋષિ કપૂરનું કેન્સરથી મૃત્યુ થયું હતું. તેના આઘાતમાંથી પરિવાર હજુ બહાર નીકળ્યો હતો ત્યાં હવે કપૂર પરિવાર ફરીથી મુશ્કેલીમાં મુકાયો છે.
ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે તેની તસવીર શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
રાજીવ કપૂર અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક હતા. તેણે 1983 માં ફિલ્મ એક જાન હૈ હમથી શરૂઆત કરી હતી. ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય તે ઘણી મોટી ફિલ્મો આકાશ (1984), લવર બોય (1985), જબરદસ્ત (1985) અને હમ તો ચલે પરદેસ (1988) માં પણ જોવા મળ્યા હતા.
રાજીવ કપૂરે નિર્માણ કરેલી ફિલ્મોમાં આ અબ લૌટ ચેલે (1999), પ્રેમગ્રંથ (1996) અને હિના (1991) નો સમાવેશ થાય છે. પ્રેમગ્રંથનું નિર્દેશન પણ રાજીવ કપૂરે કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement