શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રણબીર કપૂરે કાકા રાજીવ કપૂરને કાંધ આપી, અંતિમ દર્શન માટે પહોંચ્યા સેલેબ્સ
સાંજે 7.15 અને 7.30 વાગ્યાની વચ્ચે રાજીવ કપૂર પંચતત્વનમાં વિલીન થયા હતા. પરિવારના અંગત સદસ્યોએ ચેમ્બૂર સ્થિત સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
રણધીર તથા રિશી કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીએ 58 વર્ષની વયે નિધન થયું હતું. રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર ચેમ્બુરના સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા હતા. રાજીવ કપૂરની અર્થીને રણબીર કપૂર, આદર-અરમાને કાંધ આપી હતી. જ્યારે રણધીર કપૂરે દોણી પકડી હતી.
કપૂર પરિવારની આ દુખની ઘડીમાં રણબીર કપૂર પોતાના પરિવારનું દુખ વહેંચવામાં સૌથી આગળ જોવા મળ્યા. રાજીવ કપૂરના મોત બાદ ચેમ્નબુરન સ્થિત ઘરમાં પહોંચનારા પરિવારના સદસ્યોમાં રણબીર કપૂરન સૌથી પહેલા વ્યક્તિ હતા જે પોતાના માતા નીતૂ સિંહ સાથે અંતિમ દર્શન માટે ત્યાં પહોંચ્યા હતા.
સાંજે 6.45 વાગ્યે રાજીવ કપૂરને અંતિમ સંસ્કાર માટે દેવનારન કૉટેજથી ચેમ્બૂર સ્થિત સ્મશાન ગૃહ લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન એમ્બ્યૂલન્સથી લાવવામાં આવેલા પોતાના કાકાને કાંધ આપી હતી. રણબીર કપૂરના પરિવારના બે સદસ્યો આદર જૈન અને અરમાનન જૈને પણ કાકાને કાંધન આપી હતી. જ્યારે રણધીર કપૂરે દોણી પકડી હતી.
સાંજે 7.15 અને 7.30 વાગ્યાની વચ્ચે રાજીવ કપૂર પંચતત્વનમાં વિલીન થયા હતા. પરિવારના અંગત સદસ્યોએ ચેમ્બૂર સ્થિત સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
રાજીવ કપૂરના અંતિમ દર્શન માટે રણબીર કપૂર, નીતૂ સિંહ, કરિશ્મા કપૂર, બબીતા, આલિયા ભટ્ટ, રજા મુરાદ, આશુતોષ ગોવારિકર, સોનાલી બેંદ્રે, નીલ નીતીન મુકેશ, અનિલ અંબાણી, શાહરૂખ ખાન, ચંકી પાંડે, પ્રેમ ચોપરા સહિતની હસ્તિઓ પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion