શોધખોળ કરો
Advertisement
રણવીર સિંહે કર્યું કન્ફર્મ, આ દિવસે થિયેટરમાં રિલીઝ થશે ફિલ્મ '83'
ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વર્લ્ડ કપ જીત પર બનેલી ફિલ્મ 83ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા નિભાવી રહેલા રણવીર સિંહે પોતે આ ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ કરી છે.
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વર્લ્ડ કપ જીત પર બનેલી ફિલ્મ 83ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. આ ફિલ્મ 4 જૂને થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.
આ ફિલ્મ એપ્રિલ 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉના કારણે ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી હતી. ફરી એક વખત ફિલ્મની રિલીઝ ડેટને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. પરતું હવે બધા જ પર વિરામ લાગ્યું છે.
ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા નિભાવી રહેલા રણવીર સિંહે પોતે આ ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ કરી છે. તેમણે ટ્વિટ કરી એ પણ જાણકારી આપી છે કે આ ફિલ્મ 5 ભાષાઓ હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.
ફિલ્મમાં દીપિકા પાદૂકોણ પણ જોવા મળશે જે કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકામાં જોવા મળશે. કપિલ દેવ 1983માં વિશ્વકપ વિજેતા ટીમના કેપ્ટન હતા. આ ફિલ્મનું નિર્દેશ કબીર ખાને કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement