Rashmika mandana: રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી
અભિનેત્રી રશ્મિકા મંદન્નાના ડીપફેક વીડિયો કેસમાં દિલ્હી પોલીસે FIR નોંધી છે.
નવી દિલ્હી: અભિનેત્રી રશ્મિકા મંદનાના ડીપફેક વીડિયો કેસમાં દિલ્હી પોલીસે FIR નોંધી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હી પોલીસે જણાવ્યું કે, "દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈપીસીની કલમ 465 અને 469, 1860 અને આઈટી એક્ટ, 2000ની કલમ 66C અને 66E હેઠળ રશ્મિકા મંડન્નાના ડીપફેક AI દ્વારા જનરેટ કરેલા વીડિયોના સંબંધમાં પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે."
In regard to the deepfake AI-generated video of Rashmika Mandana, an FIR u/s 465 & 469 of the IPC, 1860 and section 66C & 66E of the IT Act, 2000 has been registered at PS Special Cell, Delhi Police and an investigation has been taken up: Delhi Police
— ANI (@ANI) November 10, 2023
ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાના ફેક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આમાં ડીપફેકની મદદથી અભિનેત્રીના ચહેરાને કોઈ અન્યના વીડિયો પર સુપરઇમ્પૉઝ કરવામાં આવ્યો છે. જેઓ નથી જાણતા કે ડીપફેક શું છે, તે વાસ્તવમાં એક પ્રકારનું સિન્થેટીક મીડિયા છે જેમાં AIનો ઉપયોગ કરીને હાલના ફોટા અથવા વીડિયોમાંની વ્યક્તિની જગ્યાએ કોઈ અન્યના ફોટા સાથે બદલવામાં આવે છે. અભિનેત્રીનો વીડિયો હેડલાઈન્સમાં આવતાની સાથે જ સરકારે સોશ્યલ મીડિયા કંપનીઓને આ સંબંધમાં તેના નક્કર નિયમો યાદ કરાવ્યા છે., એટલે કે હવે જો કોઇ ડીપફેક વીડિયો બનાવવાની કોશિશ કરશે તો પણ ફસાઇ શકે છે.
ભારત સરકારે આવી ખોટી માહિતી માટે સજા અને દંડની જોગવાઈ કરી છે. ઈન્ફૉર્મેશન ટેક્નૉલોજી એક્ટ, 2000ની કલમ 66Dનો ઉલ્લેખ કરીને, જે 'કૉમ્પ્યુટર રિસૉર્સનો ઉપયોગ કરીને છેતરપિંડી માટે સજા' સાથે સંબંધિત છે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફૉર્મેશન ટેક્નૉલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે કૉમ્યૂનિકેશન ડિવાઈસ અથવા કૉમ્પ્યુટર રિસૉર્સનો ઉપયોગ કરીને નકલ કરીને કોઈ વ્યક્તિ છેતરપિંડી માટે દોષિત સાબિત થઈ શકે છે. 3 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની સજા. આ નિયમની યાદ અપાવતા સરકારે સોશ્યલ મીડિયા કંપનીઓને પણ આવી સામગ્રી સામે કડક પગલાં લેવા અને પ્રાથમિક સ્ત્રોતની ઓળખ કરવા જણાવ્યું છે.
વાયરલ વીડિયોની સચ્ચાઇ
ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી લિફ્ટની અંદર આવતી જોવા મળી રહી છે જેમાં તે બૉલ્ડ અંદાજમાં બતાવવામાં આવી છે. જો કે આ વીડિયોની સત્યતા એ છે કે આ વીડિયો 8 ઓક્ટોબરના રોજ ઝરા પટેલ નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર અપલૉડ કર્યો હતો. ઝરા પટેલના શરીરનો ઉપયોગ કરીને ડીપફેકની મદદથી આ વીડિયોમાં રશ્મિકા મંદાનાના ચહેરાને સુપરઇમ્પૉઝ કરવામાં આવ્યો છે.