શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસઃ ડ્રગ્સ કનેક્શનમાં રિયા ચક્રવર્તી સહિત તમામ આરોપીઓને ના મળ્યા જામીન, અભિનેત્રીને હજુ પણ રહેવુ પડશે જેલમા
કોર્ટે બે દિવસની સુનાવણી બાદ કોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી સહિત 6 લોકોની જામીન અરજી પર ફેંસલો સંભળાવ્યો છે. એનડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. રિયાને 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવુ પડશે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેમમાંથી નિકળેલા ડ્રગ્સ મામલે આજે સેશન્સ કોર્ટે રિયા ચક્રવર્તીની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે શૌવિક ચક્રવર્તી, સેમ્યૂઅલ મિરાંડા, દિપેશ, બાસિત અને જૈદની જામીન અરજીને ફગાવી દીધી છે. કોર્ટે બે દિવસની સુનાવણી બાદ કોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી સહિત 6 લોકોની જામીન અરજી પર ફેંસલો સંભળાવ્યો છે. એનડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. રિયાને 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવુ પડશે.
રિયાની એનડીપીએસ એક્ટની કલમ 16/20 અંતર્ગત ધરપકડક કરાઇ છે. આમાં પહેલા, એનડીપીએસ કોર્ટે રિયાને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી આપી હતી. ફેંસલો મોડી રાત્રે આવવાના કારણે તેને રાત એનસીબી ઓફિસમાં બનેલા લૉકઅપમાં પસાર કરવી પડી હતી. તેના આગળના દિવસે એટલે કે 9 સપ્ટેમ્બરે તેને મુંબઇની ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી,તે છેલ્લા બે દિવસથી અહીં એક કેદી તરીકે રહી રહી છે.
આ દરમિયાન તેના વકીલ સતિશ માનશિંદે એ સેશન્સ કોર્ટમા રિયા તેના ભાઇ શૌવિકની જામીન અરજી દાખલ કરી હતી. જેના પર બે દિવસ સુધી સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન એનસીબીએ રિયા અને શૌવિકની જામીનનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. તેમને કોર્ટમાં કહ્યું હુ કે આ બન્ને સબૂતોની સાથે છેડછાડ કરી શકે છે. જોકે સતિશ માનશિંદેએ દાવો કર્યો હતો કે એનસીબીએ રિયાને નિવેદન આપવાનુ દબાણ કર્યુ હતુ. તેમને રિયાની માનસિક સ્થિતિ બગાડવાનુ પણ અનુમાન લગાવ્યુ છે. તેમને કહ્યું રિયાની પાસે કોઇ ડ્રગ્સ મળ્યો ન હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion