શોધખોળ કરો
રિયા ચક્રવર્તીએ મીડિયાકર્મીઓ પર નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, રિયાએ મુંબઇ પોલીસને ફરિયાદમાં કહ્યું કે પોલીસ મીડિયાને કહે કે તેના (રિયાના) રસ્તામાં અડચણ ના નાંખે, અને તેમના બંધારણીય અધિકારોને ધ્યાનમાં રાખીને કામ કરે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ તપાસ ચાલી રહી છે, આ દરમિયાન મુખ્ય આરોપી રિયાએ મીડિયાકર્મીઓ પર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાના ઘરની બહાર એકઠા થઇ રહેલા મીડિયાકર્મીઓથી રિયા પરેશાન છે, અને આને લઇને આ પગલુ ભર્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રિયાએ મુંબઇ પોલીસને ફરિયાદમાં કહ્યું કે પોલીસ મીડિયાને કહે કે તેના (રિયાના) રસ્તામાં અડચણ ના નાંખે, અને તેમના બંધારણીય અધિકારોને ધ્યાનમાં રાખીને કામ કરે.
સીબીઆઇએ સોમવારે રિયા સાથે લગભગ નવ કલાક પુછપરછ કરી, જ્યારે રિયા બહાર નીકળી તો તેની ગાડીની સામે કેટલાય મીડિયાકર્મઓ તેને પુછવામાં માટે આવી ગયા. આવુ જ કંઇક તેના ઘરની બહાર પણ જોવા મળ્યુ હતુ. તેના ઘરની બહાર રિયાના પહોંચ્યા પહેલા મીડિયાકર્મીઓ પહોંચી ગયા હતા, અને આ બધુ જોઇને તે પોલીસ સ્ટેશન ગઇ હતી. બાદમાં તેને મીડિયાકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનની સામે મીડિયાકર્મીઓ રિયાને પુછવા માટે ભેગા થયા હતા, ત્યાં પોલીસે તેમને દુર કર્યા હતા.
ફરિયાદ નોંધાવ્યા બાદ રિયા પોતાના ઘરે રવાના થઇ હતી, ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તીએ થોડાક દિવસો પહેલા પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આમાં તેને પોતાના ઘરની બહાર ઉભા રહેલા મીડિયાકર્મીઓને બતાવ્યા હતા. મીડિયાકર્મી તેના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીનુ નિવેદન લેવાની કોશિશ કરી રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement