VIDEO: અકસ્માત બાદ હાથે પાટો બાંધી સેટ પર પહોંચ્યો રોહિત શેટ્ટી! સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવી કથની..
Rohit Shetty Accident: વીડિયોમાં રોહિત શેટ્ટી કહી રહ્યો છે કે સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે મારી આટલી ચિંતા કરવા બદલ, મારા માટે પ્રાર્થના કરવા અને ઘણા બધા કૉલ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
Rohit Shetty Accident Health Update: અકસ્માત બાદ રોહિત શેટ્ટીનો પહેલો વીડિયો સામે આવ્યો છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રોહિત શેટ્ટી તેના હાથ પર પાટા સાથે તેના સ્વાસ્થ્ય વિશે જણાવતો જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે હાથની સર્જરી કરાવ્યા પછી તરત જ રોહિત શેટ્ટી શૂટિંગ સેટ પર પાછો ફર્યો છે.
રોહિત શેટ્ટીનો અકસ્માત કેવી રીતે થયો?
તમને જણાવી દઈએ કે, રોહિત શેટ્ટીનો શનિવારે અપકમિંગ વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'ના શૂટિંગ દરમિયાન અકસ્માત થયો હતો. કારનો પીછો કરતા સીન શૂટ કરતી વખતે રોહિત શેટ્ટી ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને હૈદરાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં તેના હાથની સર્જરી કરવામાં આવી હતી જે બાદ રોહિતને રજા આપવામાં આવી હતી.
રોહિતે ફેન્સને કહ્યું કે તેની તબિયત કેવી છે?
વીડિયોમાં રોહિત શેટ્ટી પોતાની તબિયતની સ્થિતિ જણાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને તે કહી રહ્યો છે કે સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે મારી આટલી ચિંતા કરવા માટે, મારા માટે પ્રાર્થના કરવા અને આટલા બધા કૉલ્સ માટે તમારો ખૂબ ખૂબ આભાર. રોહિત શેટ્ટીએ કહ્યું હું ઠીક છું ખાલી બે આંગળીઓમાં ટાંકા આવ્યા છે. હું કામ પર પાછો ફર્યો છું.
View this post on Instagram
અકસ્માતને 12 કલાક પણ થયા નથી અને...
રોહિત શેટ્ટીની વાત સાંભળ્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું, 'મિત્રો માત્ર તે જ આ કરી શકે છે. આ બધા પછી પણ તે સેટ પર પાછો ફર્યો છે. જેમ તમે જોઈ શકો છો કે સમગ્ર ક્રૂ અહીં તેની સાથે છે. અમે ફરીથી કામ પર પાછા ફર્યા છીએ. રોહિત સર એકદમ ઠીક છે. અમારા OG રોકસ્ટાર.' સિદ્ધાર્થે રોહિતને પૂછ્યું કે તમે તેને કેવી રીતે મેનેજ કરશો સર, અકસ્માતને 12 કલાક પણ નથી થયા.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ કૅપ્શનમાં આખી વાત કહી
સિદ્ધાર્થ મલ્હોત્રાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, 'એક સાચો માર્ગદર્શક તમને ઉદાહરણો દ્વારા દોરી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે રોહિત સરનો એક્શન અને ડિરેક્ટીંગ એક્શન સીન્સ પ્રત્યેનો પ્રેમ છે. કાર સ્ટંટનું શૂટિંગ કરતી વખતે ગઈકાલે રાત્રે તેનો અકસ્માત થયો હતો. પીડાદાયક રાત અને નાની સર્જરી બાદ તે સેટ પર પાછા ફર્યા છે. તે પણ 12 કલાકથી ઓછા સમયમાં. સર, તમે અમારા બધા માટે પ્રેરણા સ્ત્રોત છો. જણાવી દઈએ કે રોહિતની વેબ સિરીઝમાં સિદ્ધાર્થ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.