શોધખોળ કરો
Advertisement
શિવસેનાએ સામનામાં જયા બચ્ચન વિશે શું લખ્યું ને કોણે ગંગા જેવી પવિત્ર ગણાવી, જાણો વિગતે
જયા બચ્ચનના નિવેદન પર બૉલીવુડ ક્વિન કંગના રનૌતે આપત્તિ દર્શાવી હતી, બાદમાં રવિ કિશને પણ આ મુદ્દે જયા બચ્ચને જવાબ આપ્યો હતો
મુંબઇઃ સંસદના મૉનસૂન સત્રના પહેલા બીજેપી સાંસદ રવિ કિશન દ્વારા બૉલીવુડમાં વધી રહેલા ડ્રગ્સના ઉપયોગના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો, આ મુદ્દે જયા બચ્ચને રવિ કિશનનુ નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો જે થાળીમાં ખાય છે, તે થાળીમાં છેદ કરે છે. કંગના રનૌતે જયા બચ્ચનના આ નિવેદનની નિંદા કરી હતી. હવે શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનામાં જયા બચ્ચનુ સમર્થન કર્યુ છે.
શિવસેનાના મુખપત્ર સામનાના એડિટૉરિયલમાં લખ્યું છે - હિન્દુસ્તાનનુ સિને જગત પવિત્ર ગંગા જેવુ નિર્મલ છે, એવો દાવો કોઇ નહીં કરે. પરંતુ જેવા કે કેટલાક ટીનપાટ કલાકાર દાવો કરે છે કે સિનેજગત ગટર છે, એવુ પણ ના કહી શકાય. શ્રીમતી જયા બચ્ચને સંસદમાં આ પીડાને વ્યક્ત કરી છે.
સામનામાં આગળ લખ્યું જયા બચ્ચને કહ્યુ કે, જે લોકો સિનેમા જગતથી નામ પૈસા બધુ કમાયા. તે હવે આ ક્ષેત્રને ગટરની ઉપમા આપી રહ્યાં છે. હું આનાથી સહમત છુ. શ્રીમતી જયા બચ્ચનના આ વિચાર જેટલા મહત્વપૂર્ણ છે, એટલા જ બેબાક છે. આ લોકો જે થાળીમાં ખાય છે તે જ થાળીમાં છેદ કરે છે. આવા લોકો પર જયા બચ્ચને હુમલો કર્યો છે.
જયા બચ્ચનના આ નિવેદન પર બૉલીવુડ ક્વિન કંગના રનૌતે આપત્તિ દર્શાવી હતી, બાદમાં રવિ કિશને પણ આ મુદ્દે જયા બચ્ચને જવાબ આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement