15,000 કરોડના મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં સાહિલ ખાન 1 મે સુધી પોલીસ કસ્ટડીમાં
અભિનેતા સાહિલ ખાન મુશ્કેલીમાં છે. મુંબઈ પોલીસે તેની અટકાયત કરી છે. 15,000 કરોડના મહાદેવ બુક સટ્ટાબાજીના કેસમાં મુંબઈ પોલીસની SITએ સાહિલ ખાનની પૂછપરછ કરી હતી.
Mahadev Book Betting Case: અભિનેતા સાહિલ ખાન મુશ્કેલીમાં છે. મુંબઈ પોલીસે તેની અટકાયત કરી છે. 15,000 કરોડના મહાદેવ બુક સટ્ટાબાજીના કેસમાં મુંબઈ પોલીસની SITએ સાહિલ ખાનની પૂછપરછ કરી હતી. માટુંગા પોલીસે સૌથી પહેલા આ કેસ નોંધ્યો હતો. આ પછી, તેને તપાસ માટે ક્રાઈમ બ્રાંચના સાયબર સેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ત્યારબાદ એક SITની રચના કરવામાં આવી હતી અને તપાસને આગળ ધપાવવામાં આવી હતી.
મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં બોલિવૂડ એક્ટર સાહિલ ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે અભિનેતાને 1 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. કોર્ટના નિર્ણય બાદ મીડિયા સાથે વાત કરતા સાહિલ ખાને કહ્યું કે સત્ય સામે આવશે.
#WATCH | Mumbai: Actor Sahil Khan produced before the Shindewadi-Dadar court and he has been sent to police custody till May 1 in connection with the Mahadev Betting App case.
— ANI (@ANI) April 28, 2024
"I have full faith in the Mumbai Police, law, and the truth will come out, " he says pic.twitter.com/SkgqMcibC9
એક વ્યક્તિની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુસ્તાકીમ, સૌરભ ચંદ્રાકર, રવિ ઉપલ, શુભમ સોની જેવા ઘણા લોકોના નામ છે.
તમને જણાવી દઈએ કે આ કેસમાં ઘણા સેલેબ્સના નામ સામે આવ્યા હતા. સાહિલ ખાન દુબઈમાં યોજાયેલી સટ્ટાબાજીની એપની પાર્ટીમાં જોવા મળ્યો હતો. સાહિલ ખાન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. અભિનેતા વિરુદ્ધ IPCની કલમ 420,467,468,471,120(B) અને જુગાર એક્ટ, IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
સાહિલ ખાન ફિટનેસ ઈન્ફ્લુએન્સર બન્યો
અભિનેતા સાહિલ ખાન તેની ફિટનેસ માટે જાણીતો છે. તે બોડી બિલ્ડિંગ કરે છે. સાહિલ એક્સક્યુઝ મી અને સ્ટાઈલ જેવી ફિલ્મો માટે જાણીતો છે. પરંતુ બાદમાં તેણે ફિલ્મો છોડી દીધી અને ફિટનેસ ઈન્ફ્લુએન્સર બની ગયો. તે ડિવાઇન ન્યુટ્રિશન નામની કંપની ચલાવે છે, જે ફિટનેસ સપ્લીમેન્ટ્સ વેચે છે.
એક્સક્યુઝ મી અને સ્ટાઈલ સિવાય સાહિલ યે હૈ જિંદગી, ડબલ ક્રોસ, અલાદ્દીન અને રામાઃ ધ સેવિયર જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે સાહિલ અવારનવાર સમાચારોમાં રહે છે. સાહિલે 14 ફેબ્રુઆરી 2024ના રોજ પોતાના બીજા લગ્ન વિશે ખુલાસો કર્યો હતો. તેણે ચાહકોને તેની પત્ની મિલેનાની ઝલક બતાવી. તેમની પત્નીની ઉંમર 21 વર્ષ છે. સાહિલે કહ્યું હતું કે તેની સગાઈ રશિયામાં થઈ છે અને તેના લગ્ન થઈ ગયા છે.