સલમાનના ‘મૈં ચલા’ ગીતે રિલીઝ થતાંની સાથે મચાવી ધમાલ, પ્રેમીકા યૂલિયાએ ગાયુ તો સલમાને કરી એક્ટિંગ, જુઓ.............
ફેન્સ સોશિયલ મીડિયા પર આ ગીત પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. સલમાન ખાનની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે. ‘
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર યુટ્યૂબ પર છવાઇ ગયો છે. સલમાન ખાન (Salman Khan)નો મ્યૂઝિક વીડિયો ‘મૈં ચલા’ (Main Chala) રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ વીડિયોમાં દબંગ ખાન એક્ટ્રેસ પ્રજ્ઞા જાયસવાલ (Pragya Jaisawal)ની સાથે દેખાઇ રહ્યો છે.
સલમાન ખાનના આ રૉમેન્ટિંક ગીતને તેની પ્રેમિકા યૂલિયા વન્તૂર (lulia Vantur ) અને સિંગર ગુરુ રંધાવા (Guru Randhawa)એ ગાયુ છે. આ મ્યૂઝિક વીડિયો પ્રૉડક્શન હાઇસ ‘એસકે ફિલ્મ્સ’ અને ‘ટી-સીરીઝ’એ મળીને તૈયાર કર્યો છે. પોતાના અપકમિંગ સોન્ગને લઇને સલમાન પહેલાથી જ ટીજર શેર કર્યુ હતુ, અને ફેન્સ પણ આ વીડિયો જોવા માટે ઉતાવળા હતા. હવે તેને મિનીટોમાં લાખો વ્યૂઝ મળી રહ્યાં છે. સલમાન ખાન ફરીથી યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યો છે.
ફેન્સ સોશિયલ મીડિયા પર આ ગીત પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. સલમાન ખાનની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે. ‘મૈં ચલા’ ગીત રિલીઝ થતાની સાથે જ હિટ થઈ ગયું છે. આ ગીતમાં સલમાન ખાન લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ તેનો ટર્બન લુક પણ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો........
India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?
35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું