શોધખોળ કરો
Advertisement
સલમાને જેકલિન સાથેના 'તેરે બિના' ગીતમાં લૉન્ચ કરી આ એક્ટ્રેસની દીકરીને, જાણો કોણ છે તે.....
કોરોના વાયરસના લૉકડાઉનના કારણે 'તેરે બિના' ગીતને સલમાન ખાનના ફાર્મહાઉસ પર જ શૂટ કરવામાં આવ્યુ છે, આની સાથે જ સેટથી લઇને મેકઅપ અને હેયરસ્ટાઇલ સ્ટાર્સે જાતે જ કરી છે
મુંબઇઃ સલમાન ખાન અને જેકલિન ફર્નાન્ડિઝનો રોમાન્ટિક ટ્રેક 'તેરે બિના' રિલીઝ થતાં જ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે, ગીત વાયરલ થઇ રહ્યું છે. આની સાથે જ આ ગીતમાં સલમાન અને જેકલિનની સાથે દેખાતું ત્રીજુ પાત્ર ખુબ ચર્ચામાં છે. દર્શકો એ જાણવાની કોશિશ કરી રહ્યાં છે આ ગીતમાં સલમાન અને જેકલિનની સાથે દેખાતી નાની છોકરી છે કોણ? ગીતમાં આ નાની છોકરીએ સલમાન અને જેકલિનની દીકરીની ભૂમિકા નિભાવી છે.
સલમાન ખાને આ ગીતના માધ્યમથી સિએનાને લૉન્ચ કરી છે, સિએના અભિનેત્રી વલૂચા ડી સૂઝાની સૌથી નાની દીકરી છે, જે પોતાની માસૂમિયતના કારણે બધાના દિલને સ્પર્શી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના લૉકડાઉનના કારણે 'તેરે બિના' ગીતને સલમાન ખાનના ફાર્મહાઉસ પર જ શૂટ કરવામાં આવ્યુ છે, આની સાથે જ સેટથી લઇને મેકઅપ અને હેયરસ્ટાઇલ સ્ટાર્સે જાતે જ કરી છે.
ખાસ વાત છે કે સલમાન ખાને 'તેરે બિના' ગીત ખુદ ગાયુ છે, અને નિર્દેશિત પણ કર્યુ છે. આને તેના મિત્ર અજય ભાટિયાએ કંમ્પૉઝ કર્યુ છે, અને શબ્બીર અહેમદે લખ્યુ છે.
વલૂચાએ શાહરૂખ ખાનની ફિલ્મ ફૈનથી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ, જોકે, આ ફિલ્મ બાદ તેને કેરિયરમાં કોઇ ફાયદો થયો ન હતો. આ ઉપરાંત વલૂચા નચ બલિયે સિઝન 9 એક હૉસ્ટ તરીકે પણ દેખાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement