શોધખોળ કરો
Advertisement
કોરોના વૉરિયર્સ માટે આગળ આવ્યા શાહરૂખ અને સોનાક્ષી, ફેન્સને કરી આ અપીલ
કોરોના સામેની લડાઇમાં સૌથી વધુ મદદની જરૂર ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને જણાઇ રહી છે. આ લોકોની મદદ માટે હવે બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાન અને સોનાક્ષી સિન્હા આગળ આવ્યા છે
મુંબઇઃ કોરોના વાયરસ સામેની લડાઇમાં આખો દેશ એકસાથે ઉભો થયો છે, કોરોના સામેની લડાઇમાં સૌથી વધુ મદદની જરૂર ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને જણાઇ રહી છે. આ લોકોની મદદ માટે હવે બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાન અને સોનાક્ષી સિન્હા આગળ આવ્યા છે, તેને લોકોને એક ખાસ અપીલ કરી છે.
શાહરૂખ ખાને ફ્રન્ટલાઇન વૉરિયર્સ માટે લોકોને તેમના માટે પીપીઇ કિટ અને વેન્ટિલેટરનું યોગદાન આપવા માટે અપીલ કરી છે. શાહરૂખે ગુરુવારે મીર ફાઉન્ડેશનને ટેગ કરતા ટ્વીટ કર્યુ- આવો કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં નેતૃત્વ કરી રહેલા બહાદુર સ્વાસ્થ્યકર્મીઓ, અને તેમની ટીમોને પીપીઇ કિટનુ યોગદાન કરીને સમર્થન કરીએ છીએ. નાની મદદ મોટુ કામ કરી શકે છે.
વળી સોનાક્ષી સિન્હાના કેટલાક ફેન્સે પુણાની સરદાર વલ્લભભાઇ પટેલ હૉસ્પીટલમાં પીપીઇ કિટ દાન કરી છે. આ માટે એક્ટ્રેસ સોનાક્ષીએ તેમને ધન્યવાદ આપ્યા છે.
સોનાક્ષીએ કહ્યું, તમે બધા સારા માણસો, તમારા યોગદાન અને વિશ્વાસ માટે આભાર. ટૉપ ગ્રેડ પીપીઇ કિટ્સની એક મોટો જથ્થો સરદાર પટેલ વલ્લભભાઇ પટેલ હૉસ્પીટલ, પુણે માટે કારખાનામાંથી રવાના થઇ રહ્યો છે, આપણે આવુ કરીશુ? બહુ સારો પ્રેમ અને ધન્યવાદ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement