(Source: ECI/ABP News/ABP Majha)
Jawan Advance Booking: એડવાન્સ બુકિંગમાં'પઠાણ' કરતા આગળ નિકળી 'જવાન', તોડ્યા ઘણા મોટા રેકોર્ડ
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ દિવસોમાં તેની ફિલ્મ 'જવાન'ને કારણે ચર્ચામાં છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Jawan Advance Booking: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ દિવસોમાં તેની ફિલ્મ 'જવાન'ને કારણે ચર્ચામાં છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનો અંદાજ ફિલ્મના એડવાન્સ બુકિંગ પરથી જ લગાવી શકાય છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શનિવારથી શરૂ થઈ ગયું છે. પહેલા જ દિવસના આંકડાએ હલચલ મચાવી દીધી છે. માત્ર 24 કલાકમાં જ ફિલ્મે 10 કરોડ રૂપિયાના ગ્રોસ કલેક્શનને પાર કરી લીધું છે. હવે બીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે.
તરણ આદર્શે ટ્વીટ કર્યું કે નેશનલ ચેઈન્સમાં ગુરુવાર/દિવસ 1 ની ટિકિટો વેચાઈ ગઈ છે.
રવિવાર બપોરે 12
PVR+INOX: 168,800
સિનેપોલિસ: 35,300
કુલ મળીને 203,300 ટિકિટો વેચાઈ છે.
#Jawan ADVANCE BOOKING STATUS
— taran adarsh (@taran_adarsh) September 3, 2023
NOTE: Tickets sold for *Thu* / *Day 1* at NATIONAL CHAINS… Update: Sun, 12 noon
⭐️ #PVR + #INOX: 168,000
⭐️ #Cinepolis: 35,300
⭐️ Total: 203,300 tickets sold 🔥🔥🔥#SRK #Nayanthara #VijaySethupathi #DeepikaPadukone
અત્યારથી જ શાનદાર કમાણી
સૈકનિક્લ અનુસાર, ફિલ્મની અત્યાર સુધીની કમાણી 13.17 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 4.26 લાખ ટિકિટ વેચાઈ છે. તમને જણાવી દઈએ કે શાહરૂખની ફિલ્મે હિન્દી (2D) બેલ્ટમાં 12.17 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. રિલીઝ પહેલા જ 'જવાન'એ ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.
View this post on Instagram
ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા
આ આંકડાઓ જોઈને અંદાજ લગાવી શકાય છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થવા જઈ રહી છે. ઘણા સિનેમાઘરોમાં શો હાઉસફુલ થઈ ગયા છે. આ સાથે 'જવાન' બોલિવૂડ ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી વધુ પ્રી-સેલ ફિલ્મ પણ સાબિત થાય છે. એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે. 'જવાન' હિન્દીની સાથે તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે.
'જવાન'માં શાહરૂખ ખાન ડબલ રોલમાં
જણાવી દઈએ કે, જવાનને શાહરૂખની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં છે. તેમની સાથે નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયમણી અને સાન્યા મલ્હોત્રાએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.જ્યારે દીપિકા પાદુકોણ અને સંજય દત્ત જવાનમાં ખાસ કેમિયોમાં જોવા મળશે.