શોધખોળ કરો
Advertisement
એક પછી એક ફ્લૉપ ફિલ્મો આપવાને લઇને ફેન્સે શાહરૂખ ખાનને પુછ્યુ ક્યારે લો છો સન્યાસ? તો મળ્યો આવો જવાબ
સોમવારે શાહરૂખખાને ટ્વીટર પર પોતાના ફેન્સ માટે #AskSRK સેશન રાખ્યુ, જેમાં ફેન્સે શાહરૂખને કેટલાક મજેદાર પ્રશ્નો પુછ્યા, જોકે આમાં એક ફેને સન્યાસ લેવા વિશે પુછી લીધુ
મુંબઇઃ બૉલીવુડના બાદશાહ તરીકે ઓળખાતા શાહરૂખ ખાન પર હાલ ઘાત બેસી છે, બૉક્સ ઓફિસ પર એકપછી એક સતત ફિલ્મો ફ્લૉપ જઇ રહી છે. લોકો પણ શાહરૂખના સન્યાસને લઇને વિચારી રહ્યાં છે, ત્યારે એક ફેને તેમને સીધુ જ આ વિશે પુછી લીધુ, અને શાહરૂખ જવાબ પણ આપ્યો.
સોમવારે શાહરૂખખાને ટ્વીટર પર પોતાના ફેન્સ માટે #AskSRK સેશન રાખ્યુ, જેમાં ફેન્સે શાહરૂખને કેટલાક મજેદાર પ્રશ્નો પુછ્યા, જોકે આમાં એક ફેને સન્યાસ લેવા વિશે પુછી લીધુ.
ફેને છેલ્લી કેટલીક ફ્લૉપ ફિલ્મોનો હવાલો આપતા કહ્યું, શું હાલ તમારા માટે યોગ્ય સમય નથી ફિલ્મોમાંથી સન્યાસ લેવાનો? શાહરૂખે જવાબ આપતા કહ્યું કે,ખબર નથી, સુપરસ્ટારને પુછવાની કોશિશ કરો, કેમકે હું તો કિંગ છું.
શાહરૂખ ખાન અવાર નવાર #AskSRK સેશન રાખીને પોતાના ફેન સાથે ફન ક્વર્કી સેન્સ ઓફ હ્યૂમરનો પરિચય કરાવતા હોય છે. એટલુ જ નહીં કેટલાક ફેન્સ શાહરૂખને લૉકડાઉનમાં ટાઇમ કઇ રીતે પાસ કરો છો જેવા પણ પ્રશ્નો પુછ્યા હતા.
કિંગ ખાને લૉકડાઉનના સમયે દેશના ગરીબો અને મજૂરોને મદદ માટે હાથ પણ લંબાવ્યા છે, ઉપરાંત તેમની પત્ની ગૌરી ખાન પણ મજૂરોની મદદ કરવા આગળ આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement