શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંત કેસને CBIને સોંપવાને લઇને શરદ પવારે કઇ તપાસ સાથે જોડીને મજાક ઉડાવી, જાણો વિગતે
પવારે સુશાંત સિંહ રાજપૂત કેસની પાસ સીબીઆઇને કરાવવા ઉપર કટાક્ષ કર્યો છે.પોતાના ટ્વીની સીરીઝમાં શરદ પવારે ડૉ.નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસને યાદ કરતા કહ્યું કે, આ તપાસનો હજુ સુધી કોઇ કોઇ ઉકેલ નથી આવી શક્યો
મુંબઇઃ સુપ્રીમ કોર્ટે કાલે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસની તપાસની જવાબદારી હવે સીબીઆઇને સોંપી દીધી છે. આના પર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ સાથી દળ એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. પવારે કહ્યું કે, તેમને ખબર છે કે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનુ સન્માન કરશે અને તપાસમાં પુરેપુરી સહયોગ કરશે.
સુપ્રીમ કોર્ટે સુશાંત કેસની તપાસ સીબીઆઇને સોંપી દીધી છે, આના પર શરદ પવારે મજાક પણ ઉડાવી અને કટાક્ષ કરતુ એક ટ્વીટ કર્યુ હતુ. શરદ પવારે પોતાના ટ્વીટમાં લખ્યું- સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસની પ્રક્રિયા સીબીઆઇને સોંપવાનો આદેશ કર્યો છે. મને ખબર છે કે મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણયનુ સન્માન કરશે અને તપાસમાં પુરેપુરો સહયોગ આપશે.
સાથે પવારે સુશાંત સિંહ રાજપૂત કેસની પાસ સીબીઆઇને કરાવવા ઉપર કટાક્ષ કર્યો છે.પોતાના ટ્વીની સીરીઝમાં શરદ પવારે ડૉ.નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસને યાદ કરતા કહ્યું કે, આ તપાસનો હજુ સુધી કોઇ કોઇ ઉકેલ નથી આવી શક્યો.
પોતાના ટ્વીટમાં લખ્યું - મને આશા છે કે, આ તપાસનુ રિઝલ્ટ ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસ જેવી આવે. 2014માં સીબીઆઇ દ્વારા શરૂ કરવામાં આવેલી દાભોલકર હત્યાની તપાસનો હજુ સુધી કોઇ ઉકેલ નથી આવ્યો.
સુશાંત કેસમાં પોતાનો ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું- એક પ્રતિભાશાળી અભિનેતાનુ મોતનુ સત્ય બધા જાણવા માંગે છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કર્યુ હતુ ત્યારે મુંબઇ પોલીસે એડીઆર નોંધાવી હતી. પોસ્ટમોર્ટ્મ બાદ મુંબઇ પોલીસે સંજ્ઞેય અપરાધ નહીં માનીને આ કેસની એફઆઇઆર ન હતી નોંધી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પટનામાં નોંધાયેલી એફઆઇઆર બિલકુલ યોગ્ય છે, અને આ કેસને ધ્યાનમાં રાખીને અમે અમારી વિશેષ શક્તિ અંતર્ગત તપાસ સીબીઆઇને સોંપી રહ્યાં છીએ. હવે આ મામલા સાથે જોડાયેલી દરેક કડીઓની તપાસ સીબીઆઇ જ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion