સિદ્ધાર્થના નિધનથી ભાંગી પડી હતી Shehnaaz Gill, બર્થડે પર થઈ ઈમોશનલ, લખ્યું: હું તને ફરી મળીશ
Shehnaaz On Sidharth Birthday: 'બિગ બોસ 13' ફેમ શહેનાઝ ગિલે સ્વર્ગસ્થ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો જન્મદિવસ ઉજવ્યો હતો. સાથે જ કેટલીક થ્રોબેક તસવીરો પણ શેર કરી છે.
Shehnaaz Gill Celebrating Sidharth Shukla Birthday: આજે એટલે કે 12 ડિસેમ્બર 2022એ ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો જન્મદિવસ છે. જો તે આજે જીવતો હોત તો 42 વર્ષનો હોત. શહેનાઝ ગિલે દિવંગત અભિનેતાના જન્મદિવસને ખાસ બનાવ્યો છે. તેણીએ ગઈકાલે રાત્રે સિડનો જન્મદિવસ ઉજવ્યો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને હૃદય સ્પર્શી નોટ લખી.
View this post on Instagram
શહનાઝે સિદ્ધાર્થનો જન્મદિવસ ઉજવ્યો
શહનાઝ ગિલે સિદ્ધાર્થ શુક્લાના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે સિદ્ધાર્થની હસતી તસવીર પોસ્ટ કરી છે.અને જોડે નોટ પણ લખી છે જે વાંચીને ચાહકો પણ ભાવુક થઈ ગયા છે. શહનાઝે કેપ્શનમાં લખ્યું કે, હું તમને ફરી મળીશ. 12.12" આ સાથે તેણે સફેદ હૃદયનું ઇમોજી બનાવ્યું છે. શહનાઝની આ પોસ્ટ જોઈને ચાહકો 'સિડનાઝ'ની કોમેન્ટ કરી રહ્યા છે. શહનાઝ ગિલે સિદ્ધાર્થ માટે માત્ર પોસ્ટ જ નથી શેર કરી, પરંતુ તેના નામે કેક પણ કાપી છે. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર સિદ્ધાર્થ શુક્લાના જન્મદિવસની ઉજવણીની ઝલક શેર કરી છે. આ સિવાય તેણે સિદ્ધાર્થ સાથેની ઘણી અનસીન તસવીરો પણ શેર કરી છે.
શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાનું બોન્ડિંગ
શહનાઝ અને સિદ્ધાર્થ 'બિગ બોસ 13'માં 'સિડનાઝ' બન્યા હતા. એક સમજુ અભિનેતા અને બીજી પંજાબની ચુલબુલ શહનાઝ, બંનેએ પોતાની કેમેસ્ટ્રીથી દર્શકોના દિલને સ્પર્શી લીધા હતા. શોમાં બંને અજાણ્યા હતા અને પછી તેઓએ એક એવું બંધન બનાવ્યું, જે આજે આખો દેશ જાણે છે. કહેવાય છે કે શો પછી બંને એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. ભલે તેઓએ તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા, પરંતુ બંનેએ હંમેશા સમયાંતરે એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી વ્યક્ત કરી. 2 સપ્ટેમ્બર 2021ના રોજ સિદ્ધાર્થના મૃત્યુ બાદ શહનાઝ એકલી પડી ગઈ હતી. સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુથી તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. લાંબા સમય સુધી આ દુ:ખમાં ડૂબી ગયા બાદ શહનાઝ ફિલ્મી દુનિયામાં પાછી ફરી અને હવે તે પોતાની જાતને વ્યસ્ત રાખી રહી છે.