શોધખોળ કરો

Shehzada Box Office Collection: વીકએન્ડમાં પણ 'શહેજાદા' કોઈ કમાલ ના કરી શકી, રવિવારે જ કર્યો આટલા કરોડનો બિઝનેસ

Shehzada Box Office Collection Day 3: કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'શેહજાદા' સપ્તાહના અંતે કોઈ કામની રહી નથી અને ફિલ્મ અપેક્ષા મુજબ કલેક્શન કરવામાં અસક્ષમ રહી છે.

Shehzada Box Office Collection Day 2: 'ભૂલ ભુલૈયા 2' ની સુપર સક્સેસ પછી કાર્તિક આર્યન બોલિવૂડના પાવરફુલ એક્ટર્સની યાદીમાં સામેલ થયો અને તેને દમદાર એકટર કહેવામાં આવ્યો. જોકે, અભિનેતાની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ 'શહેજાદા'ને દર્શકો તરફથી અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. વીકએન્ડ પર પણ સિનેમાઘરોમાં ફિલ્મની ધૂમ ઓછી જોવા મળી હતી. ત્યારે આવો જાણીએ 'શહેજાદા'એ રવિવારે એટલે કે રિલીઝના ત્રીજા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું છે.

શહેજાદાનું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું હતું?

કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'શહેજાદા'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, રિલીઝ પછી ફિલ્મને દર્શકોનો ઠંડો પ્રતિસાદ મળી રહ્યો છે. 'શહેજાદા'એ શરૂઆતના દિવસે 6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એવી અપેક્ષા હતી કે ફિલ્મ વીકએન્ડ પર સારો બિઝનેસ કરશે, પરંતુ શનિવારે પણ ફિલ્મે ભારતમાં માત્ર 6.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે રવિવાર એટલે કે ફિલ્મની રિલીઝના ત્રીજા દિવસના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. સકનિલ્કના રિપોર્ટ અનુસાર 'શહેજાદા'એ ત્રીજા દિવસે 7.30 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 19.95 કરોડ રૂપિયા થઈ ગયું છે.

'શહેજાદા' હાલમાં 'ભૂલ ભુલૈયા 2'થી ઘણી પાછળ ચાલી રહી છે

રોહિત ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કાર્તિક અને કૃતિ ઉપરાંત રોનિત રોય, મનીષા કોઈરાલા, પરેશ રાવલ અને સચિન ખેડેકર પણ મહત્વની ભૂમિકામાં છે. 'શેહજાદા' સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલુ'ની સત્તાવાર હિન્દી રિમેક છે. કાર્તિક આર્યનની 'શહેજાદા' હાલમાં તેની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'થી કમાણીના મામલે ઘણી પાછળ છે. ભૂલ ભુલૈયા 2 એ બોક્સ ઓફિસ પર 55.96 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે 'શહેજાદા' આ આંકડાથી ઘણા દૂર છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં આ ફિલ્મ કેટલા કરોડની કમાણી કરે છે.

આ પણ વાંચો: Pathaan Tickets Price: શાહરૂખ ખાને ચાહકોને આપી ભેટ, પઠાણની ટિકિટ કરી આટલી સસ્તી

Shah Rukh Khan Pathaan Tickets Price: સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દરરોજ આ ફિલ્મ દેશ અને દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરી રહી છે અને કલેક્શનના મામલે ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દરમિયાન પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સે 'પઠાણ'ની ટિકિટના ભાવમાં ઘટાડો કર્યો છે. હવે આ ફિલ્મની ટિકિટ માત્ર 110 રૂપિયામાં મળશે.

હવે ફિલ્મની ટિકિટ માત્ર રૂ.110માં

યશ રાજ ફિલ્મ્સે ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ પઠાણનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ સાથે, કેપ્શનમાં કહેવામાં આવ્યું હતું કે હવે ફિલ્મની ટિકિટ ફક્ત 110 રૂપિયામાં ઉપલબ્ધ થશે.  પરંતુ દર્શકોને આ કિંમતમાં ફક્ત આઇનોક્સ, પીવીઆર અને સિનેપોલિસ જેવી મલ્ટીપ્લેક્સ ચેઇન્સમાં જ ટિકિટ મળશે. આ પોસ્ટની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે લોકો સોમવારથી ગુરુવાર સુધી આ ઑફરનો લાભ લઈ શકે છે.

ફિલ્મની કમાણી 500 કરોડને પાર કરી ગઈ છે

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને રિલીઝ થયાને 25 દિવસ થઈ ગયા છે અને તેણે અત્યાર સુધીમાં ભારતમાં 511.42 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તેમાં ફિલ્મના તમિલ, તેલુગુ વર્ઝનના કલેક્શનનો પણ સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મે સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' અને આમિર ખાનની 'સિક્રેટ સુપરસ્ટાર'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારત ઉપરાંત વિદેશોમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન 988 કરોડ રૂપિયા રહ્યું છે. 12 કરોડની કમાણી સાથે આ ફિલ્મ 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.

શાહરૂખનો એક્શન અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે

શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયા જેવા સ્ટાર્સે ફિલ્મ પઠાણમાં કામ કર્યું છે. તેના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ છે, જેમણે અગાઉ 'વોર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. આમાં શાહરૂખ ખાનનો એક્શન અવતાર ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget