Sidharth Kiara Wedding: કિયારાના લગ્નમાં હાજરી આપવા જેસલમેર પહોંચી ઈશા, રોયલ લુકમાં ગોર્જિયસ લાગી અંબાણીની લાડલી
Isha Ambani Jaisalmer Airport Pics: મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી જેસલમેર એરપોર્ટ પર જોવા મળી હતી. ઈશા બોલિવૂડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચી છે.
Isha Ambani Jaisalmer Airport Pics: મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી જેસલમેર એરપોર્ટ પર જોવા મળી હતી. ઈશા બોલિવૂડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચી છે. ઈશા કિયારા અડવાણીની કોલેજ ફ્રેન્ડ છે, બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. ઈશા અંબાણી એરપોર્ટ પર સંપૂર્ણપણે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
View this post on Instagram
ઈશા અંબાણી ટ્રેડિશનલ પોશાક પહેરીને પહોંચી હતી. ઈશા એરપોર્ટ પર ચમકતા ડાયમંડ નેકલેસ, ક્રીમ કલરના આઉટફિટમાં અને ફુલ સ્ટાઇલમાં જોવા મળી હતી. આ દરમિયાન આનંદ પીરામલ પણ તેમની સાથે બ્લેક સૂટ બૂટમાં જોવા મળ્યા હતા.
ઈશા અને કિયારા બાળપણની સહેલીઓ છે, બંને એક જ સ્કૂલમાં ભણ્યા છે. ત્યારથી બંને વચ્ચે મિત્રતા હતી. અંબાણી પરિવાર લગ્નમાં જોડાઈ શકે તેવી અટકળો પહેલાથી જ હતી. હાલમાં, ઈશા સહેલીના જીવનના આટલા મોટા અવસર પર હાજરી આપવા પહોંચી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા-કિઆરા એક નહી લગ્ન બાદ બે રિસેપ્સન આપશે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના લગ્નની ઉજવણી શરુ થઈ ગઈ છે. આજથી પ્રી-વેડિંગ સેલિબ્રેશન જેમ કે હલ્દી, મહેંદી અને સંગીત સાથે શરૂ થયું છે. કિઆરા અડવાણી લગ્નમાં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો લહેંગામાં જોવા મળશે. લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બે રિસેપ્શન આપશે, એક દિલ્હીમાં અને બીજું મુંબઈમાં.
ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર, કપલ 12 ફેબ્રુઆરીના રોજ તેમના રિસેપ્શનમાં મહેમાન તરીકે હાજરી આપવા મીડિયાને આમંત્રણ આપશે. ભૂતકાળમાં, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ અને દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેવી સેલિબ્રિટીઓએ મીડિયા સાથે તેમના લગ્નની ઉજવણી જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રાજસ્થાનમાં તેમના લગ્ન માટે, કપલે લગભગ 100-150 મહેમાનોને આમંત્રણ આપ્યું છે. સિદ્ધાર્થ અને કિયારા દ્વારા હોટલમાં નો-ફોન લાગુ કરવામાં આવ્યું છે, જ્યારે મહેમાનોને સોશિયલ મીડિયા પર કોઈપણ તસવીરો શેર ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
કેટલાક વર્ષો સુધી ડેટિંગ કરવા છતાં, સિદ્ધાર્થ અને કિયારાએ હજુ સુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. સિદ્ધાર્થ અને કિયારાનો ઓનસ્ક્રીન રોમાંસ 'શેરશાહ'થી શરૂ થયો હતો અને આ જોડીએ કેમેરાની બહાર તેમની લવ સ્ટોરી ચાલુ રાખી હતી. આ કપલ એક પરિણીત યુગલ તરીકે તેમના પ્રથમ લગ્નના ફોટા સાથે તેમના રોમાંસની જાહેરાત કરશે.
લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા
અંબાણી પરિવાર જેસલમેર પહોંચ્યો હતો
કિઆરાના લગ્નમાં અંબાણી પરિવાર હાજરી આપવાના સમાચાર સામે આવી રહ્યા હતા. હવે અંબાણી પરિવાર જેસલમેર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઈશા અંબાણી કિઆરાની બેસ્ટ ફ્રેન્ડ છે, તેથી આ ખાસ દિવસે તેમનું આવવું હિતાવહ છે.