સાઉથની આ પાંચ સુપરસ્ટાર હવે કરશે બૉલીવુડમાં એન્ટ્રી, સલમાન-અક્ષયનું સ્થાન જોખમમાં, જાણો
રિપોર્ટ છે કે, હવે થોડાક સમયમાં દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર્સ બૉલીવુડની ફિલ્મોમાં પણ એન્ટ્રી કરવાની છે,
મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલાથી બૉલીવુડનો ચારેય બાજુ દબદબો છે, પરંતુ હવે બદલાતા સમયની સાથે લૉકલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો પણ બૉલીવુડની કહાણીને ટક્કર આપી રહી છે. આમાં પણ ખાસ કરીને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટૉરીઓ બૉલીવુડ કરતા વધુ સારી હોય છે, અને આ કારણે ઘણીબધી સાઉથની ફિલ્મો બૉલીવુડમાં રિમેક થવા લાગી છે.
પરંતુ રિપોર્ટ છે કે, હવે થોડાક સમયમાં દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર્સ બૉલીવુડની ફિલ્મોમાં પણ એન્ટ્રી કરવાની છે, જો આમ થશે તો બૉલીવુડના સુપરસ્ટાર ગણાતા સલમાન, અક્ષય, શાહરૂખ જેવા દિગ્ગજોનુ સ્થાન જોખમમાં મુકાઇ જશે. હાલમાં સલમાન બૉલીવુડનો નંબર વન સ્ટાર છે, સલમાનની ફિલ્મો બૉલીવુડમાં વધુ ચાલે છે.
જાણો કયા કયા છે સાઉથ સુપરસ્ટાર જે બૉલીવુડમાં એન્ટ્રી કરશે -
સુપરસ્ટાર પ્રભાસ -
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ રાધે શ્યામ કદાચ હિન્દી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી. પરંતુ તેમ છતાં સુપરસ્ટાર પ્રભાસના હાથમાં ઘણા રસપ્રદ પ્રોજેક્ટ છે જે સુપરસ્ટાર સલમાન ખાનને ટેન્શન આપી શકે છે. પ્રભાસ ટૂંક સમયમાં ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાં જોવા મળશે. આ પછી તે નાગ અશ્વિનનો પ્રોજેક્ટ અને કબીર સિંહ ફેમ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટ પણ કરી રહ્યો છે.
અલ્લુ અર્જૂન -
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા દ્વારા હિન્દી દર્શકોને પોતાની શક્તિ બતાવી છે. તે હવે આ ફિલ્મના બીજા ભાગ સાથે સિનેમાઘરમાં પહોંચવા જઈ રહ્યો છે. અલ્લુ અર્જુનનો ક્રેઝ હિન્દી દર્શકોમાં પણ જબરદસ્ત છે. આવી સ્થિતિમાં તેની વધતી ફેન ફોલોઈંગ સલમાન ખાન માટે ખતરાથી ઓછી નથી.
સુપરસ્ટાર યશ -
કન્નડ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ KGF 2ની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે. સુપરસ્ટાર યશ પહેલેથી જ KGF સાથે હિન્દી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી ચૂક્યો છે. હવે તેની વધતી લોકપ્રિયતા અને KGF 2 ની સફળતા બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને ટેન્શન આપી શકે છે.
સુપરસ્ટાર રામ ચરણ -
નિર્દેશક એસએસ રાજામૌલીની RRR ના અલ્લુરી સીતારામ રાજુ ઉર્ફે રામ ચરણ આ એપિસોડમાં આગામી સ્ટાર છે જે બોલીવુડના સુપરસ્ટાર સાથે સ્પર્ધા કરી શકે છે.
જુનિયર NTR -
RRR ની સાથે દક્ષિણ સુપરસ્ટાર જુનિયર NTR પણ આગામી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. જુનિયર એનટીઆર પહેલેથી જ હિન્દી વર્તુળમાં ખૂબ પ્રખ્યાત છે. RRR પછી Jr NTR હવે ફક્ત હિન્દી ફિલ્મમાં કામ કરવા માંગે છે. આવી સ્થિતિમાં તે સલમાન ખાનને ટક્કર આપી શકે છે.
વિજય દેવરકોન્ડા -
અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવેરકોંડા લાઈગર ફિલ્મ સાથે તેની હિન્દી બોક્સ ઓફિસ પર પદાર્પણ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે. ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ વિજય દેવરકોંડાની આગામી બિગ પેન ઈન્ડિયા ફિલ્મ JGM (જન ગણ મન) ની જાહેરાત કરવામાં આવી છે. જો વિજય દેવરકોંડાની આ બંને ફિલ્મો હિન્દી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તો દેખીતી રીતે જ સુપરસ્ટાર સલમાન ખાન માટે એક મોટો પડકાર ઉભો થવાનો છે.
સુપરસ્ટાર મહેશ બાબુ -
અને હવે સૌથી મોટો ખતરો… ટોલીવુડ પ્રિન્સ મહેશ બાબુ બોલિવૂડ ફિલ્મોની દુનિયામાં પગ મૂકવાની તૈયારી કરી રહ્યો છે. સુપરસ્ટાર મહેશ બાબુ ટૂંક સમયમાં ડિરેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મે ભારે ધૂમ મચાવી છે. ઘણા હિન્દી ચાહકો પણ મહેશ બાબુની બોલિવૂડ એન્ટ્રી માટે આતુર છે. મહેશ બાબુની લોકપ્રિયતા સાઉથમાં સલમાન ખાન કરતા ઓછી નથી. આવી સ્થિતિમાં હિન્દી બોક્સ ઓફિસ પર મહેશ બાબુની ધમાકેદાર એન્ટ્રી સુપરસ્ટાર સલમાન ખાનના હોશ ઉડાવી શકે છે.
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત