શોધખોળ કરો
Advertisement
શાહરૂખખાને જાહેરમાં કરી હતી સુશાંતની બેઇજ્જતી, આ કારણે દુઃખી હતો સુશાંત -જિમ પાર્ટનરે લગાવ્યો ગંભીર આરોપ
સુશાંતના જિમ પાર્ટનર સુનિલ શુક્લાએ કેટલાક મોટા ખુલાસા કર્યા છે. અને તેને આ અંગે બ્રાન્ત્દ્રા પોલીસને પણ ફરિયાદ કરી છે. સુનિલ શુક્લાએ જણાવ્યુ કે, શાહરૂખ ખાનના વર્તનથી પણ સુશાંત દુઃખી હતો
મુંબઇઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલામાં રોજ નવા નવા ખુલાસો અને દાવા સામે આવી રહ્યાં છે. હવે સુશાંતના જિમ પાર્ટનર સુનિલ શુક્લાએ કેટલાક મોટા ખુલાસા કર્યા છે. અને તેને આ અંગે બ્રાન્ત્દ્રા પોલીસને પણ ફરિયાદ કરી છે. સુનિલ શુક્લાએ જણાવ્યુ કે, શાહરૂખ ખાનના વર્તનથી પણ સુશાંત દુઃખી હતો.
સુનીલ શુક્લાએ જણાવ્યુ કે, શાહરૂખ ખાન દ્વારા કરવામાં આવેલી બેઇજ્જતી અને સલમાન ખાન દ્વારા કાવતરા કરવામાં આવ્યા હતા. આને લઇન તેને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ દાખલ કરી છે. સુનીલે જણાવ્યુ કે, સલમાને કરણ જૌહરની સાથે મળીને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મો બંધ કરાવવાની કોશિશ કરી હતી. સાથે તેને જણાવ્યુ કે,સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ડ્રાઇવને જાણી જોઇને બંધ કરાવવાની કોશીશ કરાઇ હતી.
સુનિલ શુક્લાએ જણાવ્યુ કે, આઇફા એવોર્ડ્સમા સુશાંત, શાહરૂખ ખાન અને શાહિદ કપૂરની સાથે સ્ટેજ શેર કરવાનો હતો, શૉ પહેલા શાહરૂખ ખાને તેની સાથે વાત કરી હતી, અને તેને કહ્યું કે તે સ્ટેજ પર ફિલ્મ કાઇ પો ચે વિશે વાત કરવાનુ કહ્યુ હતુ. સુનિલે કહ્યું સુશાંતે મને જણાવ્યુ કે શાહરૂખે તેને એક સિગ્નેચર સ્ટેપ પ્રેક્ટિસ કરવા માટે કહ્યું હતુ, તે આ આમંત્રણથી ખુબ ખુશ હતો. એટલુ જ નહીં શાહરૂખ ખાને કહ્યું હતુ કે, તે તેને તેની કેરિયર અને સ્ટ્રગલ વિશે વાત કરે પરંતુ સ્ટેજ પર જઇને તેને સ્ટેજ પર તેની બેઇજ્જતી કરવાનુ શરૂ કરી દીધુ હતુ. સુનિલે કહ્યું કે સુશાંત, શાહરૂખ ખાનના આ વર્તનથી ખુબ પરેશાન અને દુઃખી થયો હતો.
સાથે સુનિલએ એ પણ આરોપ લગાવ્યો કે કરણ જૌહર અને સલમાન ખાને મળીને તેને ફિલ્મોમાં કામ ના કરવા દેવા માટે કાવતરા રચ્યા હતા. તેને જણાવ્યુ કે કરણ જૌહરે સુશાંત અને જેકલિનને ફિલ્મ ડ્રાઇવ માટે સાઇન કર્યા હતા. પરંતુ આ ફિલ્મની વચ્ચે જેકલિનને રેસ 3માં કામ કરવાની ઓફર મળી. કરણ જૌહરે સુશાંતને બીજી કોઇ ફિલ્મ સાઇન ના કરવા દીધી, અને જાણી જોઇને જેકલિનને સલમાનની ફિલ્મમાં કામ કરવા દીધુ. જેનાથી ફિલ્મના શૂટિંગમાં મોડુ થયુ હતુ.
ઉલ્લેખનીય છે કે સુનિલે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની તપાસ સીબીઆઇને સોંપવા માટે અરજી દાખલ કરી છે. તેને જણાવ્યુ કે પોતાના તમામ આરોપોને સિદ્ધ કરવા માટે તેને કોર્ટની સમક્ષ કેટલાય સબૂતો રજૂ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement