શોધખોળ કરો

Sunny Bungalow: સની દેઓલનો બંગલો નહીં વેચાય, હરાજીની વાત પર અચાનક આવ્યો યુ-ટર્ન, જાણો શું છે હકીકત

ગુરદાસપુરના સાંસદ ડિસેમ્બરથી અત્યાર સુધી બેન્ક ઓફ બરોડામાંથી 55.99 કરોડ રૂપિયાની ચૂકવણી કરી શક્યો નથી. બેન્કે આ વસૂલી માટે હરાજીની નોટિસ આપવામાં આવી હતી.

Sunny Deol Juhu Bungalow: બૉક્સ ઓફિસ પર અત્યારે સની દેઓલની ગદર-2 ધમાલ મચાવી રહી છે, સતત કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ગદર-2ના બંગલાની હરાજીના સમાચારે જોર પકડ્યુ છે, જોકે, હવે આ મામલે મોટુ અપડેટ સામે આવ્યુ છે. બેન્ક ઓફ બરોડા સની દેઓલના બંગલાની હરાજી નહીં કરે. બેન્કે નોટિસ પાછી ખેંચી લીધી છે. જાહેર ક્ષેત્રની બેન્કે આજે એક નિવેદનમાં કહ્યું કે તેને અભિનેતા અને ભાજપના સાંસદ સની દેઓલના મુંબઈમાં જુહુ બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, લૉન ના ચૂકવવાને કારણે બેન્કે રવિવારે અજયસિંહ દેઓલ ઉર્ફે સની દેઓલના નામે બંગલાની હરાજી કરવા માટે અખબારમાં નોટિસ આપી હતી. બેન્કે કહ્યું હતું કે તેની હરાજી 25 સપ્ટેમ્બરે કરવામાં આવશે. સની દેઓલ પર બેન્કનું લગભગ 56 કરોડ રૂપિયાનું દેવું છે.

ગુરદાસપુરના સાંસદ ડિસેમ્બરથી અત્યાર સુધી બેન્ક ઓફ બરોડામાંથી 55.99 કરોડ રૂપિયાની ચૂકવણી કરી શક્યો નથી. બેન્કે આ વસૂલી માટે હરાજીની નોટિસ આપવામાં આવી હતી. આ હરાજીની મૂળ કિંમત 51.43 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

સની દેઓલનો આ બંગલો 599.44 ચોરસ મીટરમાં ફેલાયેલો છે, જેમાં સની વિલા અને સની સાઉન્ડ્સ છે. તેની હરાજી કરવાની પણ તૈયારી હતી. સની સાઉન્ડ્સ દેઓલની માલિકીની કંપની છે. આ માટે સની દેઓલે બેન્કમાંથી લૉન લીધી હતી અને સની દેઓલના પિતા ધર્મેન્દ્રને ગેરન્ટર બનાવ્યા હતા.

બંગલામાં કઇ કઇ ખાસિયતો છે - 
સની દેઓલના આ બંગલામાં પાર્કિંગથી લઈને પૂલ, મૂવી થિયેટર, હેલિપેડ એરિયા, ગાર્ડન બધું જ છે. આ ઉપરાંત તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ બંગલો જોવામાં એકદમ લક્ઝૂરિયસ છે અને તેની આસપાસ કુદરતી સૌંદર્ય છે.

સની દેઓલની નેટવર્થ - 
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 120 કરોડ રૂપિયા છે અને તે દરેક ફિલ્મ માટે 5 થી 6 કરોડ રૂપિયા લે છે. જોકે તેને ગદર-2 ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ફી લીધી છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget