શોધખોળ કરો

સુશાંત સિંહ મામલે જોડાયેલા ડ્રગ્સ કેસમાં એનસીબીએ કરી રિયા ચક્રવર્તીની ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. એનસીબીએ રિયા સાથે રવિવારે છ કલાકની અને સોમવારે આઠ કલાકની પુછપરછ કરી હતી. આ દરમિયાન એનસીબીએ તેના નાના ભાઇ શૌવિક ચક્રવર્તી (24), રાજપૂતના હાઉસ મેનેજર સેમ્યૂઅલ મિરાંડા (33) અને સુશાંતના પ્રાઇવેટ સ્ટાફ સભ્ય દીપેશ સાવંતનો આમનો સામનો કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સીને મોબાઇલ ફોન ચેટ રેકોર્ડ અને અન્ય ઇલેક્ટ્રૉનિક ડેટા મળ્યા હતા, જેમાં પ્રતિબંધિત માદક પદાર્થની ખરીદીમાં આ લોકોની સંલિપ્તતા સામે આવી હતી. એનસીબીએ છેલ્લા કેટલાક દિવસોથી મામલાની તપાસ દરમિયાન આ ત્રણેયની ધરપકડ કરી છે. આ પહેલા એનસીબીની પુછપરછમાં રિયાએ કબુલ્યુ હતુ કે સુશાંતની સાથે તે પણ ડ્રગ્સ લેતી હતી. આ પહેલા રિયાએ ડ્રગ્સ લેવાનો ઇનકાર કરી દીધો હતો. પણ જ્યારે તેનો સામનો શૌવિક સાથે કરાવ્યો ત્યારે રડવા લાગી અને તેને ખુદ કબુલ્યુ કે તે ડ્રગ્સ લેતી હતી. રિયાએ સુશાંત માટે ડ્રગ્સ અને તેની કંપનીને પણ મોટો ખુલાસો કર્યો. એનસીબીની પુછપરછ દરમિયાન રિયાએ કહ્યું કે, સુશાંતના મોત બાદ તેને ક્યારેય ડ્રગ્સ નથી લીધુ. હું સુશાંતને બહુ જ પ્રેમ કરતી હતી. સુશાંત પહેલાથી જ ડ્રગ્સ લઇ રહ્યો હતો, તે ડ્રગ્સ ક્યાંથી મંગાવતો હતો તે તેને નથી ખબર. લૉકડાઉન દરમિયાન સુશાંતના ડીલર પાસેથી સુશાંતને ડ્રગ્સ ન હતુ મળી રહ્યો, એટલા માટે તે સમયે શૌવિકે ડ્રગ્સ મંગાવવાનુ શરૂ કર્યુ હતુ. કેટલીકવાર સુશાંત, રિયા અને શૌવિકે એક સાથે પણ ડ્રગ્સ લીધો હતો. પુછપરછમાં રિયાએ ડ્રગ્સ કનેક્શનને લઇને બૉલીવુડના કેટલાક નામોનો પણ ખુલાસો કર્યો છે. એનસીબી બહુ જલ્દી બૉલીવુડના આ લોકોને સમન્સ મોકલીને પુછપરછ માટે બોલાવી શકે છે. એનસીબીએ જ્યારે રિયાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે તેના ઘરેથી કેટલાક ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસ મળ્યા હતા. તેને ફૉરેન્સિક તપાસમાં બહાર આવ્યુ છે કે વર્ષ 2017, 2018, 2019માં રિયાની ડ્રગ્સ કંપની ખુબ એક્ટિવ હતી. આ ડ્રગ્સ કંપનીના કેટલાક રાજ એનસીબીની સામે આવ્યા છે. ટેબલેટમાંથી એનસીબીને તમામ વીડિયો અને તસવીરો મળી છે, જેમાં બૉલીવુડના કેટલાય ચહેરા દેખાઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Embed widget