શોધખોળ કરો
Advertisement
સુશાંતની છેલ્લી ફિલ્મ આખરે આ દેશમાં થિયેટરમાં થઇ રિલીઝ, ફેન્સે આમ ખાસ રીતે આપી શ્રદ્ધાંજલિ
સુશાંતની ફિલ્મને છેવટે થિએટરમાં રિલીઝ મળી ગઇ છે, ફિલ્મને ન્યૂઝીલેન્ડમાં રિલીઝ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના હિન્દી રેડિયો ચેનલે ઓકલેન્ડ હોયલ્સ સિનેમામાં સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' સ્ક્રીનિગ રાખી હતી
મુંબઇઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' આખરે થિએટરમાં રિલીઝ થઇ ચૂકી છે. તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ને ઓટીટી પ્લેટફોર્મ પર 24 જુલાઇએ રિલીઝ કરી દેવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો અને આને ઓટીટી પ્લેટફોર્મ પર કેટલાય રેકોર્ડ બનાવ્યા હતા. ફેન્સ ઇચ્છતા હતા કે 'દિલ બેચારા' થિએટરમાં રિલીઝ થાય.
હવે તેની ફિલ્મને છેવટે થિએટરમાં રિલીઝ મળી ગઇ છે, ફિલ્મને ન્યૂઝીલેન્ડમાં રિલીઝ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના હિન્દી રેડિયો ચેનલે ઓકલેન્ડ હોયલ્સ સિનેમામાં સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' સ્ક્રીનિગ રાખી હતી. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતને ખાસ શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે.
ખરેખર, 'દિલ બેચારા'ને દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણના કારણે થિએટરોમાં રિલીઝ ન હતી કરવામાં આવી, ભારતમાં હજુ પણ થિએટરો ખુલ્યા નથી, પરંતુ ન્યૂઝીલેન્ડે મોટા ભાગે આ વાયરસ પર જીત મેળવી લીધી છે, અને ત્યાંના થિએટરો ખોલી દેવામાં આવ્યા છે.
સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંધીની ફિલ્મ દિલ બેચારા આ વર્ષની મૉસ્ટ અવેઇટેડ ફિલ્મોમાની એક ફિલ્મ બની ચૂકી છે. ફિલ્મનુ ટ્રેલર 6 જુલાઇએ યુટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ આ ટ્રેલરને કરોડો લોકોએ જોયુ અને આ સુશાંતની આવેલી અત્યાર સુધીની તમામ ફિલ્મોમાંથી સૌથી વધુ વાર જોવામાં આવેલુ ટ્રેલર બની ગયુ હતુ.
દિલ બેચારા ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તેને નવા રેકોર્ડ બનાવી દીધા હતા. સુશાંતની દિલ બેચારા ફિલ્મનુ ટ્રેલર યુટ્યૂબ પર સૌથી વધુ લાઇક થનારુ ટ્રેલર બની ગયુ હતુ. ફિલ્મના ટ્રેલરને માર્વલ સ્ટૂડિયોઝની એવેન્જર્સ એન્ડગેમના ટ્રેલરને પણ પાછળ પાડી દીધુ હતુ, એન્ડગેમના ટ્રેલરને અત્યાર સુધી 3.2 મિલિયન લાઇક્સ મળ્યા હતા, જ્યારે દિલ બેચારાના ટ્રેલરને 7.2 મિલિયન લાઇક્સ મળી ચૂક્યા છે. વળી વ્યૂઝની વાત કરીએ તો ફિલ્મના ટ્રેલરને અત્યાર સુધી 41 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.
સુશાંત સિંહ રાજપૂત છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરમાં ખુદને ફાઇટર બતાવતો દેખાઇ રહ્યો છે. આમાં તેની જોડી નવોદિત અભિનેત્રી સંજના સાંધીની સાથે છે. દિલ બેચારા 2014ની હૉલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન ઓવર સ્ટાર્સની રિમેક છે.
ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં સંજના એક દેસી છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, જે મરી રહી છે. તેને કેન્સર છે. છોકરી જવાન છે, તેની જિંદગીમાં એક છોકરો જેનો રૉલ સુશાંત નિભાવી રહ્યો છે, આવે છે જે તેને જીવવા માટે પ્રેરિત કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement