Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
ભારતીય બુલિયન માર્કેટમાં આજે (17 ફેબ્રુઆરી, 2025) સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાની કિંમત 84 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ છે.

Today 17 february 2025 gold silver price: ભારતીય બુલિયન માર્કેટમાં આજે (17 ફેબ્રુઆરી, 2025) સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાની કિંમત 84 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ છે. ચાંદી 95 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર કરી રહી છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 84959 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધ ચાંદીની કિંમત 95023 રૂપિયા પ્રતિ કિલો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે 24 કેરેટ સોનાનો ભાવ 85998 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે 17 ફેબ્રુઆરી, 2025ની સવારે ઘટીને 84959 રૂપિયા થઈ ગયો છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.
સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, આજે 995 શુદ્ધતાના સોનાની કિંમત 84619 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 77822 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 750 (18 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો દર 63719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 585 (14 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 49701 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમેરિકાનો પારસ્પરિક ટેરિફ 1 એપ્રિલ પછી અમલમાં આવી શકે છે. તેના અમલ બાદ ટ્રેડ વોર વધી શકે છે. બીજું, તેનાથી મોંઘવારી પણ વધી શકે છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધતાં રોકાણકારોનો સોનામાં રસ વધશે. દુનિયામાં જ્યારે પણ અનિશ્ચિતતા વધે છે ત્યારે સોનાની ચમક વધે છે. તેનું કારણ એ છે કે સોનાને રોકાણ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. ગયા વર્ષે વધતા જિયોપોલિટિકલ ટેન્શનની અસર સોના પર પડી હતી.
કેમ વઘે છે સોનાના ભાવ
સોનાના ભાવ સ્થાનિક માંગ, યુએસ અર્થતંત્રની સ્થિતિ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અને આંતરરાષ્ટ્રીય બજારના વલણો પર આધાર રાખે છે. રોકાણકારો આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો જોઈ શકે છે. અમેરિકાથી આવતા બેરોજગારી અને PMI જેવા આર્થિક ડેટા સોના અને ચાંદીના બજારને અસર કરી શકે છે. આ કારણે રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
