દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ
દિલ્હીમાં મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ યોજાશે. રામલીલા મેદાનમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

નવી દિલ્હી: દિલ્હીમાં મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ યોજાશે. રામલીલા મેદાનમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સોમવારે યોજાનારી ભાજપ ધારાસભ્ય દળની બેઠક સ્થગિત કરવામાં આવી છે. હવે 19 ફેબ્રુઆરી બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળશે અને ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણનો મોટો કાર્યક્રમ યોજાશે. રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
રામલીલા મેદાન સંભવિત સ્થળોમાંથી એક છે
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત બાદ નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાનમાં યોજાશે. 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. પોલીસ સૂત્રોએ રવિવારે જણાવ્યું કે રામલીલા મેદાન સંભવિત સ્થળો પૈકી એક છે.
દિલ્હીમાં ભાજપને 48 બેઠકો મળી છે
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 70 વિધાનસભા બેઠકોમાંથી 48 બેઠકો જીતી હતી જ્યારે આમ આદમી પાર્ટી (AAP) એ 22 બેઠકો જીતી હતી. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ કારણથી શપથ સમારોહ પણ ખૂબ જ ભવ્ય થવાનો છે.
સીએમનું નામ હજુ નક્કી થયું નથી
જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે દિલ્હીમાં BJP તરફથી મુખ્યમંત્રી કોણ બનશે? ભારતીય જનતા પાર્ટી (BJP)ના ટોચના નેતાઓ દિલ્હીમાં મુખ્યમંત્રીના નામને લઈને અનેક રાઉન્ડ બેઠકો કરી રહ્યા છે. આ બેઠકો બાદ જ મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર લાગશે.
CM પદની રેસમાં કોનું નામ?
મુખ્યમંત્રી પદ માટે ઘણા નવા ચૂંટાયેલા ધારાસભ્યોના નામ ચર્ચામાં છે. ટોચના હોદ્દા માટે સૌથી આગળ મનાતા લોકોમાં પ્રવેશ વર્મા, બીજેપી દિલ્હી યુનિટના ભૂતપૂર્વ પ્રમુખ વિજેન્દ્ર ગુપ્તા અને સતીશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. પ્રવેશ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા.
મંજિન્દર સિરસાનું નામ કેમ આગળ ?
પંજાબ પર નજર કરીએ તો મનજિંદર સિંહ સિરસાનું નામ આગળ છે. આ ઉપરાંત હરિયાણામાં જે રીતે ભાજપે ત્રીજી વખત જીત મેળવીને સરકાર બનાવી છે તેને ધ્યાનમાં રાખીને સિરસાનું નામ સીએમની રેસમાં છે કારણ કે તે હરિયાણાથી આવે છે.
જીતેન્દ્ર મહાજનનું નામ કેમ આગળ ?
બીજું જે નામ આવે છે તે જિતેન્દ્ર મહાજનનું છે. મહાજન સામાન્ય માણસની જેમ રહે છે અને ઘણી વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મહાજને જે રીતે ગૃહની અંદર પોતાની કાર્યશૈલી બતાવી છે, તેના કારણે તેમના નામની ચર્ચા પણ તેજ બની રહી છે.
રેખા ગુપ્તાનું નામ કેમ આગળ છે ?
જો ભાજપ દિલ્હીમાં મહિલાઓને નેતૃત્વ આપવા માંગે છે તો રેખા ગુપ્તાના નામની જાહેરાત કરી શકે છે. આ જ કારણ છે કે તેના નામની પણ ચર્ચા થઈ રહી છે.
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
