શોધખોળ કરો
Advertisement
ડિપ્રેશનમાં હતો સુશાંત સિંહ રાજપૂત, પોલીસને મળેલા દસ્તાવેજ પ્રમાણે ઇલાજ ચાલી રહ્યો હતો
પોલીસેને કેટલાક એવા ડૉક્યૂમેન્ટ મળ્યા છે જે પ્રમાણે અભિનેતા ડિપ્રેશનમાં હતો અને તેનો ઇલાજ ચાલી રહ્યો હતો હાલ તેના ઘરમાંથી કોઇ સુસાઇડ નોટ મળી નથી
મુંબઇઃ બૉલીવુ઼ડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઇના બ્રાંદ્રા સ્થિત પોતાના ઘરમાં સુસાઇડ કરી લીધી છે. તેના નોકરે પોલીસને આ વાતની જાણકારી હતી. સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતો, અને તેના ઇલાજ ચાલી રહ્યો હતો. તેના ઘરમાંથી દવાઓ અને પ્રિસ્ક્રિપ્શન મળ્યા છે.
પોલીસેને કેટલાક એવા ડૉક્યૂમેન્ટ મળ્યા છે જે પ્રમાણે અભિનેતા ડિપ્રેશનમાં હતો અને તેનો ઇલાજ ચાલી રહ્યો હતો હાલ તેના ઘરમાંથી કોઇ સુસાઇડ નોટ મળી નથી.
જોકે, અભિનેતા સુશાંત સિહે કયા કારણોસર આત્મહત્યા કરી, તેની જાણ થઇ શકી નથી. પોલીસ તેના ઘરમાં હાજર છે. અભિનેતાએ કાઇ પો ચે ફિલ્મથી બૉલીવુડની સફરની શરૂઆત કરી હતી. બાદમાં શુદ્ધ દેસી રોમાન્સ, છિછોરે, રાબ્તા અને સોન ચિરૈયા જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
સુશાંત સિંહ રાજપૂતે પોતાની કેરિયરની શરૂઆત ટેલિવિઝન સીરિયલથી કરી, તેનો પહેલો શૉ કિસ દેશ મે હૈ મેરા દિલથી થઇ. બાદમાં રૉમેન્ટિક ડ્રામા, અને તેને વર્ષ 2008માં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. સીરિયલમાં એક્ટિંગ કરવાને લઇને અભિનેતાને પુરસ્કાર પણ મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર રહી ચૂકેલી દિશા સાલિયાને મુંબઇના મલાડના માલવણી વિસ્તારમાં એક બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement