Swara Bhasker Wedding: હૉટ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સપા નેતા ફહદ અહેમદ સાથે કર્યા સિક્રેટ લગ્ન, કૉર્ટ મેરેજના પેપર શેર કરીને કરી જાહેરાત
સ્વરા ભાસ્કરના આ વીડિયો પર ફેન્સ શુભેચ્છાઓ અને અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યાં છે.

Swara Bhasker Wedding: બૉલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે (Swara Bhaskar) ગુપચુપ રીતે પોતાના લગ્ન કરી લીધા છે. આ ખબર સ્વરા ભાસ્કરે સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ શેર કરીને આપી છે. તેને ખુદ કન્ફૉર્મ કર્યુ છે કે, તેને લગ્ન કરી લીધા છે. તેને મુસ્લિમ એક્ટિવિસ્ટ ફહદ જિરાર અહેમદ (Fahad Zirar Ahmad)ની સાથે કૉર્ટ મેરેજ કરી લીધા છે. આ વાતની જાણકારી આપતા સ્વરા ભાસ્કરે ફહદ માટે એક સ્પેશ્યલ નૉટ પણ શેર કરી છે.
સ્વરા ભાસ્કરવે ઇન્સ્ટાગ્રામ પર 2 મિનીટ 4 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો. જેના દ્વારા તેને બતાવ્યુ કે, કઇ રીતે બન્ને એક સાથે કેટલાય આંદોલનમાં પ્રમુખ રીતે અવાજ ઉઠાવ્યો હતો, અને બન્નેના સંબંધો કઇ રીતે ધીમે ધીમે બદલાતા આજે આ મુકામ પર પહોંચી ગયા.
View this post on Instagram
પતિ ફહાદ માટે લખી આ સ્પેશ્યલ નૉટ -
એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વીડિયો પૉસ્ટ કરતાં ફહદ જિરાર અહેમદ માટે એક પ્રેમાળ નૉટ શેર કરી છે, જેમાં તેને લખ્યુ- ક્યારેક તમે કોઇ વસ્તુને દુર દુર સુધી શોધો છો, પરંતુ તે તમારી આસપાસ હોય છે, અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ અમે પહેલા દોસ્તી મળી અને પછી અમે એકબીજાને મેળવી લીધા. મારા દિલમાં તમારુ સ્વાગત છે ફહાદ જિરાર અહેમદ.
સ્વરા ભાસ્કરના આ વીડિયો પર ફેન્સ શુભેચ્છાઓ અને અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યાં છે. એક લખ્યુ- તમને બન્નેને ખુબ ખુબ અભિનંદન. વળી, બીજાએ કૉમેન્ટ કરી - લગ્ન મુબારક હો.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
